મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકામાં બ્લોક પાર્ટીમાં હુમલાખોરે કર્યો ગોળીબાર, બે લોકોના મોત, 19 ઘાયલ

અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. ડેટ્રોઇટમાં એક બ્લોક પાર્ટીમાં હુમલાખો

અમેરિકામાં બ્લોક પાર્ટીમાં હુમલાખોરે કર્યો ગોળીબાર, બે લોકોના મોત, 19 ઘાયલ

અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. ડેટ્રોઇટમાં એક બ્લોક પાર્ટીમાં હુમલાખોરે ગોળીબાર કર્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 19 લોકો ઘાયલ થયા છે. મિશિગન રાજ્ય પોલીસ અધિકારીઓએ સોમવારે આ ઘટના અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બચી ગયેલા પીડિતોને વિવિધ ઈજાઓ થઈ છે. બંદૂકની ગોળીથી થયેલા ઘાની સંખ્યા અને અન્ય પ્રકારની ઇજાઓ સહિત ઇજાઓની પ્રકૃતિ અંગેની ચોક્કસ વિગતો હજુ અસ્પષ્ટ છે. અત્યાર સુધી પોલીસે ગોળીબારના સંબંધમાં કોઈની ધરપકડ કરી નથી. મિશિગન સ્ટેટ પોલીસ સંપૂર્ણ તપાસ કરવામાં ડેટ્રોઇટ પોલીસ વિભાગને મદદ કરી રહી છે.

અમેરિકન મીડિયા અનુસાર, આ ઘટના રવિવારે સવારે 2.30 વાગ્યે બની હતી. જે બાદ ડેટ્રોઈટ પોલીસે અમેરિકન મીડિયાને ઈ-મેલ મોકલીને કહ્યું કે આ સમયે તપાસકર્તાઓ અને ફોરેન્સિક કર્મચારીઓ ઉપલબ્ધ તમામ પુરાવાઓનું વિશ્લેષણ કરી રહ્યા છે અને સપ્તાહના અંત સુધી તેમનું કામ ચાલુ રાખશે. ડેટ્રોઇટ પોલીસે ઉમેર્યું કે, DPD બ્લોક પાર્ટીઓને લઈને નવી વ્યૂહરચના બનાવશે. આવતીકાલે પ્રમુખ અને મેયર સાથે બ્રીફિંગમાં સંપૂર્ણ માહિતી આપશે.

બંદૂકની હિંસાની ઘટનાઓમાં વધારો 

અમેરિકન મીડિયા અનુસાર, કાયદા અમલીકરણ અને સ્વતંત્ર સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં બંદૂકની હિંસાની ઘટનાઓ ઉનાળાના મહિનાઓ દરમિયાન, ખાસ કરીને 1 જુલાઈ થી 7 જુલાઈ દરમિયાન સતત વધી રહી છે. આમાં સામૂહિક ગોળીબાર અને વ્યક્તિગત ઘટનાઓ બંનેનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો