Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Amid Trump's threat of occupation, troops from 6 countries arrive in Greenland, NATO countries in active mode

ટ્રમ્પની કબજાની ધમકી વચ્ચે 6 દેશોનું સૈન્ય ગ્રીનલેન્ડ પહોંચ્યા, NATO દેશો એક્ટિવ મોડમાં

Timeછેલ્લું અપડેટ : 15 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ટ્રમ્પની કબજાની ધમકી વચ્ચે 6 દેશોનું સૈન્ય ગ્રીનલેન્ડ પહોંચ્યા,  NATO દેશો એક્ટિવ મોડમાં
સોર્સ : GSTV

વિશ્વના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડ પર કબજો મેળવવાની ડોનાલ્ડ ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષાએ વૈશ્વિક વ્યૂહનીતિમાં નવો વળાંક લીધો છે. ટ્રમ્પની ધમકી અને રશિયા-ચીનના વધતા પ્રભાવના ડર વચ્ચે ડેનમાર્કની અપીલથી છ નાટો (NATO) દેશોએ ગ્રીનલેન્ડમાં પોતાની લશ્કરી હાજરી વધારવાનું શરૂ કરી દીધું છે.

App Store

કયા દેશોએ મોકલ્યું સૈન્ય?

અહેવાલો અનુસાર, ડેનમાર્ક હેઠળના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડની રક્ષા માટે અત્યાર સુધીમાં 6 મોટા દેશોએ પોતાના સૈનિકો અને લશ્કરી કર્મચારીઓ તહેનાત કરવાની જાહેરાત કરી છે, જેમાં સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસનએ જવાનો મોકલવાની પુષ્ટિ કરી છે. નોર્વેએ બે લશ્કરી ટીમો રવાના કરી છે. જર્મનીએ દરિયાઈ દેખરેખ અને જાસૂસી મિશન માટે સૈનિકોની ટીમ મોકલી છે. ફ્રાન્સે સાથી દેશોની સંયુક્ત કવાયતમાં જોડાવા લશ્કરી ટીમ મોકલી. નેધરલેન્ડ અને કેનેડાએ પણ આ લશ્કરી કવાયતનો ભાગ બન્યા છે.