PM મોદીને અમેરિકાએ આપી સ્પેશ્યલ ગિફ્ટ, બાઇડને પરત કરી ભારતની 297 એન્ટીક વસ્તુઓ
PM મોદી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે ગયા છે. પીએમ મોદીએ ક્વોડ શિખર સમ્મેલ

PM મોદી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે ગયા છે. પીએમ મોદીએ ક્વોડ શિખર સમ્મેલનમાં ભાગ લેવા સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરી હતી. આ વચ્ચે અમેરિકાએ પીએમ મોદીને સ્પેશ્યલ ગિફ્ટ આપી છે. અમેરિકાએ ભારતને 297 એન્ટીક વસ્તુઓ પરત કરી છે જેને ભારતમાંથી તસ્કરી કરીને લઇ જવામાં આવી હતી.
અમેરિકાએ અત્યાર સુધી 578 વસ્તુઓ પરત કરી
2014થી અત્યાર સુધી ભારતે અલગ અલગ દેશમાંથી 640 એન્ટીક વસ્તુઓને પરત મેળવી છે. એકલા અમેરિકાએ જ 578 વસ્તુઓ પરત કરી છે. સાંસ્કૃતિક સંપત્તિની ગેરકાયદેસર તસ્કરી એક જૂનો મુદ્દો છે જેને ઇતિહાસમાં કેટલીક સંસ્કૃતિ અને દેશોને પ્રભાવિત કરી છે અને તેનાથી ભારત વિશેષ રીતે પ્રભાવિત થયું છે.
આ પહેલા PM મોદીની 2021માં યુએસની મુલાકાત દરમિયાન, અમેરિકન સરકાર દ્વારા 157 મૂલ્યવાન કલાકૃતિઓ સોંપવામાં આવી હતી, જેમાં 12મી સદીની ઉત્કૃષ્ટ કાંસાની નટરાજ મૂર્તિનો સમાવેશ થાય છે. ઉપરાંત 2023માં PMની યુએસ મુલાકાતના થોડા દિવસો પછી 105 કલાકૃતિઓ ભારતને પરત કરવામાં આવી હતી. બ્રિટનમાંથી 16, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાંથી 40 કલાકૃતિઓ ભારતમાં લાવવામાં આવી છે.
PM મોદીએ માન્યો આભાર
અમેરિકા દ્વારા એન્ટીક વસ્તુઓ પરત કરવા પર પીએમ મોદીએ એક્સ પર કહ્યું, "સાંસ્કૃતિક જોડાણને ઊંડું બનાવવું અને સાંસ્કૃતિક મિલકતોની ગેરકાયદે હેરફેર સામેની લડાઈને મજબૂત કરવી. ભારતને 297 અમૂલ્ય પ્રાચીન વસ્તુઓ પરત કરવા બદલ હું રાષ્ટ્રપતિ બાઇડન અને યુએસ સરકારનો અત્યંત આભારી છું."
અમેરિકામાં ક્વોડ સમ્મેલન
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ડેલાવેયર સ્થિત પોતાના ગૃહનગર વિલમિંગટનમાં વાર્ષિક ક્વોડ શિખર સમ્મેલનની યજમાની કરી હતી જેમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સામેલ થયા હતા. અમેરિકાની ત્રણ દિવસીય પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ ક્વોડ શિખર સમ્મેલનથી અલગ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી.








