VIDEO: 'AI અન્ય ટેકનોલોજીઓથી અલગ, સાવચેતી જરૂરી', ફ્રાંસમાં PM મોદીએ કહી આ વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે બહુપ્રતિક્ષિત AI એક્શન સમિટની સહ-અધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે બહુપ્રતિક્ષિત AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી. આ શિખર સંમેલનમાં ભાગ લેવા દરમિયાન PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, AI અન્ય ટેકનોલોજીઓથી ખૂબ જ અલગ છે. તેનાથી સતર્ક રહેવાની જરૂર છે.
પીએમ મોદીએ કહ્યું કે, આર્ટિફિશિયલ ઈંટેલીજન્સ (AI)નો વિકાસ ખૂબ જ ઝડપી ગતિએ થઈ રહ્યો છે. ભારત પોતાનો અનુભવ અને વિશેષજ્ઞતા શેર કરવા તૈયાર છે. જેથી AIનું ભવિષ્ય બધા માટે સારું રહે. ભારત AI અપનાવવાની સાથે ડેટા ગોપનીયતા માટે ટેક્નો કાનૂની પાયો બનાવવામાં પણ આગળ છે. અમે જાહેર હિત માટે AI એપ્લિકેશનો વિકસાવી રહ્યા છીએ. ભારતે તેના ૧.૪ અબજથી વધુ લોકો માટે ખૂબ જ ઓછા ખર્ચે સફળતાપૂર્વક ડિજિટલ જાહેર માળખાકિય સુવિધા ઊભી કરી છે. AI-સંબંધિત મુદ્દાઓનો સામનો કરવા માટે આપણને વૈશ્વિક ધોરણોની જરૂર છે.
પીએમ મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો
પ્રધાનમંત્રીએ કહ્યું, 'આ સમિટનું આયોજન કરવા અને તેના સહ-અધ્યક્ષતાપદે મને આમંત્રણ આપવા બદલ હું મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનનો આભારી છું.' AI પહેલાથી જ આપણા અર્થતંત્ર, સુરક્ષા અને આપણા સમાજને ફરીથી આકાર આપી રહ્યું છે. આ સદીમાં AI માનવતા માટે કોડ લખી રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ:
AI લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે.
ઇતિહાસ સાક્ષી છે કે ટેકનોલોજી નોકરીઓ છીનવી લેતી નથી.
ભારત પોતાનો AI અનુભવ શેર કરવા માટે તૈયાર
આપણી પાસે AI ના રૂપમાં વિશ્વની સૌથી મોટી પ્રતિભા છે.
AI ને કારણે રોજગાર સંકટ મુદ્દે ધ્યાન આપવું જરૂરી
સમાજ અને સુરક્ષાના એંગલથી AI ખૂબ જ મહત્વપૂર્ણ
અભૂતપૂર્વ સ્કેલ અને ઝડપે વિકાસ કરી રહ્યું છે AI
AI અર્થતંત્ર, સુરક્ષા અને સમાજને ફરીથી આકાર આપી રહ્યું છે.
આપણે ઓપન સોર્સ સિસ્ટમ્સ વિકસાવવી જોઈએ.






