Video: લંડનના પ્રતિષ્ઠિત નેહરુ સેન્ટરમાં ભારતીય સંસ્કૃતિ અને કલાનો અનોખો ઉત્સવ, ગુજરાતની દિકરી પણ ચમકી

સોર્સ: gstv

લંડનના પ્રતિષ્ઠિત નેહરુ સેન્ટર ખાતે મેજિકમેટ્સ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને કલાના અનોખા ઉત્સવ વિરાસત 2026 ધ લેગસી ઓફ ટેલેન્ટનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ભરતનાટ્યમ, કથક, ગરબા, લોકનૃત્ય, સંગીત અને યોગની મનમોહક પ્રસ્તુતિઓ રજૂ થઈ હતી. આ ભવ્ય મંચ પર Miss Yogini of India, Yoga Princess of India અને Miss World Yogini જેવા ખિતાબો જીતનાર ગુજરાતની દિવ્યા પટેલે પણ પર્ફોમ કર્યું હતુ. તેમની સાથે અનેક પ્રતિભાશાળી કલાકારોએ પોતાની કલાના પોતાના પર્ફોમન્સથી લોકોનું દિલ જીત્યું હતુ. આ સફળ આયોજન પાછળ ઋષિ પટેલ, દેવિશા પટેલ, માહી ગાંધી અને નૈના જાદવ સહિતના મહાનુભાવોનું વિશેષ યોગદાન રહ્યું હતું. ભારતીય સંસ્કૃતિના આ ભવ્ય મહોત્સવે લંડનની ધરતી પર દેશ અને ગુજરાતનું ગૌરવ વધારવાની સાથેસાથે વિદેશમાં વસતા ભારતીય સમુદાયની એકતા પણ દર્શાવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત