ઈરાનના પ્રમુખ રઈસીના હેલિકોપ્ટરની 17 કલાક પછી પણ કોઈ ભાળ મળી નથી, શોધવાના પ્રયાસ ચાલુ
ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું છે. રેસ્ક્યૂ માટે

ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું છે. રેસ્ક્યૂ માટે ટીમો રવાના કરી દેવાઈ છે. હજુ આ અંગે સમગ્ર માહિતી નથી મળી શકી. ઈરાનના ગૃહમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી સાથે કોઈ સંપર્ક નથી થઈ શક્યો.
ઈરાનના રાજ્ય ટીવીએ કહ્યું કે, ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીને લઈ જઈ રહેલા એક હેલિકોપ્ટરને રવિવારે હાર્ડ લેન્ડિંગનો સામનો કરવો પડ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાયસી પૂર્વ અઝરબૈઝાન વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા હતા.
હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ હજુ સુધી મળી શક્યું નથી
ઈરાનની એક ટીવી ચેનલના અહેવાલ પ્રમાણે, ઈરાનના સાંસદ મોહમ્મદ રઝા મીરે જણાવ્યું કે, 'રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને કેટલાક અધિકારીઓને લઈ જઈ રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ હજુ સુધી મળી શક્યું નથી. રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યને લઈને પણ હજુ સુધી કોઈ માહિતી નથી સામે આવી. સેના અને રેડ ક્રિસેન્ટ દુર્ઘટના સ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.'
ઈરાનના સાંસદના અનુસાર, 'પ્રાથમિક માહિતી અનુસાર રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર પૂર્વ અઝરબૈઝાન વિસ્તારની આસપાસના જંગલોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું, જે તબરીઝથી 106 કિલોમીટર દૂર છે. હેલિકોપ્ટરમાં સવાર લોકો સાથે હાલ સંપર્ક થઈ શક્યો નથી.'
ઈરાનના રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ અન્ય હેલિકોપ્ટર હતા
ઈરાની રાષ્ટ્રપતિને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરની સાથે દુર્ઘટનાની માહિતી સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર, તેમના હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયું છે. ઈરાનના રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ અન્ય હેલિકોપ્ટર હતા, જેમાંથી બે પર મંત્રી અને અધિકારી સવાર હતા. તેઓ સુરક્ષિત પોતાના સ્થળે પહોંચી ગયા.








