VIDEO: ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારમાં મારિવેક્સ નામના તેલ ટેન્કરમાં અચાનક આગ લાગી
પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારમાં મારિવેક્સ નામના

પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારમાં મારિવેક્સ નામના તેલ ટેન્કરમાં અચાનક આગ લાગી હતી. તેમાં 24 ભારતીય નાવિકો સવાર હતા. આ અંગે ભારત સરકારના શિપિંગ મંત્રાલય દ્વારા અધિકૃત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે વિદેશી ધ્વજ ધરાવતા તેલ ટેન્કરમાં બપોરે દોઢ વાગ્યાની આસપાસ આગ લાગી હતી, પરંતુ તેમાં સવાર તમામ નાવિકો સુરક્ષિત છે. શિપિંગ મંત્રાલયના ડિરેક્ટર ઓપેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરમાં કોઈ માલ સામાન લાદેલો નહોતો.




