Video: એઆઈના ગોડફાધરે આપી મોટી ચેતવણી

સોર્સ: gstv

આર્ટિફિશિયીલ ઈન્ટેલિજન્સના ગોડફાધર તરીકે ઓળખાતા નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર જેફ્રી હિન્ટને મોટી ચેતવણી આપી છે. તેમનું માનવું છે કે એઆઈ આગામી ત્રણ વર્ષમાં મનુષ્યોના જીવ લઈ શકે છે અને દુનિયા પર કબજો કરી શકે છે. કેનેડાના ટોરેન્ટોમાં યોજાયેલી એઆઈ સિક્યુરિટી નિષ્ણાતોની બેઠકમાં હિન્ટને આ વાત કહી હતી.. તેમણે કહ્યુ કે AI આપણા કરતાં વધુ સ્માર્ટ બની જશે અને તેનાથી આપણે ચિંતિત થવું જોઈએ. આ વાત ભયાનક છે. એલાઇનમેન્ટ રિસર્ચ સેન્ટરના સ્થાપક પૉલ ક્રિસ્ટિયાનો પણ આ જ ચેતવણી આપી ચૂક્યા છે. આ પહેલી વાર નથી જ્યારે એઆઈને મનુષ્યો માટે જોખમ ગણાવવામાં આવ્યું હોય. આ પહેલાં સ્ટીફન હોકિંગ, ઈલોન મસ્ક, બિલ ગેટ્સ, યોશુઆ બેન્ઝિયો, સેમ ઑલ્ટમેન પણ આ જ વાત કહી ચૂક્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત