Video: USના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર સામસામે અથડાયા બે વિમાન

સોર્સ: gstv

અમેરિકાના મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગત શનિવારની રાત્રે યુપીએસ કંપનીના બોઈંગ 767 કાર્ગો વિમાન અને કોપા એરલાઇન્સના બોઈંગ 737 પેસેન્જર વિમાન વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની પ્રાથમિક માહિતી મુજબ, જ્યારે બંને વિમાનો રનવે પર આગળ વધી રહ્યા હતા ત્યારે કોપા એરલાઇન્સના વિમાનના વિંગટિપે યુપીએસના વિમાનના આગલા ભાગ એટલે કે નોઝને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જોકે સદનસીબે બંનેને મોજ પર જ પ્રાથમિક સારવાર આપી દેવાતા હોસ્પિટલ ખસેડવાની કોઈ આવશ્યકતા ઊભી થઈ ન હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત