મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાનથી ઈરાક જઈ રહેલી બસ ઈરાનમાં પલટી, 35થી વધુ શ્રદ્ધાળુઓના મૃત્યુ 

પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પાકિસ્તાનથી ઈરાક જઈ રહેલી શિય

પાકિસ્તાનથી ઈરાક જઈ રહેલી બસ ઈરાનમાં પલટી, 35થી વધુ શ્રદ્ધાળુઓના મૃત્યુ 

પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પાકિસ્તાનથી ઈરાક જઈ રહેલી શિયા શ્રદ્ધાળુઓની બસ ઈરાનના યઝદમાં પલટી ગઈ, જેમાં 35થી વધુ લોકોના મોત થયા. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના મંગળવારે રાત્રે મધ્ય ઈરાનના પ્રાંત યજ્દમાં થઈ હતી.

માહિતી મુજબ શ્રદ્ધાળુઓથી ભરેલી આ બસ સેન્ટ્રલ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ જેમાં 35 લોકો મૃત્યુ પામી ગયા હતા. એક અધિકારીએ આ માહિતી આપી હતી. 

ઈરાનની સરકારી મીડિયા એજન્સીના અહેવાલ મુજબ સ્થાનિક ઈમરજન્સી ઓફિસર મોહમ્મદ અલી માલેકજાદેહે કહ્યું કે આ દુર્ઘટના મંગળવારે રાતે ઇરાનના યજ્દ પ્રાંતમાં સર્જાઈ હતી. જ્યારે પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે બ્રેક ફેલ થઈ જવાને કારણે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ પલટી ગઇ હતી. જેના લીધે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો.

16થી વધુ ઈજાગ્રસ્ત 

અલી માલેકજાદેહે કહ્યું કે આ દુર્ઘટનામાં અન્ય 16 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટનાના સમયે બસમાં 51 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તમામ લોકો શ્રદ્ધાળુ હતા અને તેઓ અરબઈનની યાદમાં ઈરાક જઈ રહ્યા હતા. 7મી સદીમાં એક શિયા ગુરુના નિધનના 40માં દિવસે અરબઈન મનાવાય છે. 

મીડિયા અનુસાર, તફ્તાન-દેહશિર ચેક પોઈન્ટ પાસે બસ પલટી ગઈ અને આગ લાગી ગઈ. પોલીસ અને બચાવ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને મૃતદેહો અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા. જીઓ ટીવી સાથે વાત કરતા, કોમ મદરેસાના વિદ્યાર્થી મૌલાના શાહ મુરાદ શરીફી, જેઓ લરકાનાના છે, જણાવ્યું હતું કે યાત્રાળુઓના કાફલામાં બે બસોનો સમાવેશ થાય છે, દરેકમાં લગભગ 52 મુસાફરો હતા. હાલની પરિસ્થિતિ વિશે વિગતવાર જણાવતા તેમણે કહ્યું કે પાંચથી છ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, પરંતુ બસમાં સવાર મોટાભાગના મુસાફરોની હાલત ગંભીર છે અને તેઓ સ્થાનિક સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ સમાચાર શેર કરો