Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 5 hurricanes strike simultaneously in Pacific; Destruction in China-Japan, fear of weakening of Indian monsoon

VIDEO: પેસિફિકમાં એકસાથે 5 વાવાઝોડાનો હાહાકાર; ચીન-જાપાનમાં તારાજી, ભારતીય ચોમાસું નબળું પડવાની ભીતિ

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 પશ્ચિમી પ્રશાંત (પેસિફિક) મહાસાગરમાં હાલમાં એકસાથે અનેક ટ્રોપિકલ ચક્રવાત સક્રિય થતાં ભારે વિનાશક સ્થિતિ સર્જાઈ છે. ‘ડોલ્ફિન’ વાવાઝોડું ચીનના પૂર્વ કિનારે ત્રાટક્યું છે, જ્યારે ટ્રોપિકલ ચક્રવાત ‘ચાન-હોમ’ જાપાન તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત મારિયાના ટાપુઓ આસપાસ વધુ ત્રણ ચક્રવાતી સિસ્ટમો ફરતી થઈ છે. સ્થાનિક સ્તરે જળબંબાકાર અને તારાજી સર્જવાની સાથે આ પરિસ્થિતિ ભારતના ચોમાસા પર પણ પરોક્ષ અસર પાડી શકે છે.

App Store

ચીનમાં ત્રાટકેલું આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું

‘ડોલ્ફિન’ વાવાઝોડું આ વર્ષે ચીનમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી ચક્રવાત સાબિત થયું છે. નવમી ઓગસ્ટના રોજ સાંજે 5:30 વાગ્યે ઝેજિયાંગ પ્રાંતના યુહુઆન નજીક 150-151 કિમી/કલાકની ઝડપે પવન સાથે તેણે લેન્ડફોલ કર્યું હતું, જે કેટેગરી-1 વાવાઝોડા સમકક્ષ હતું. ત્યારબાદ તેણે વેન્ઝોઉ નજીક બીજો લેન્ડફોલ કર્યો હતો. આ અગાઉ જાપાનના ઓકિનાવામાં આ તોફાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

ભારતીય ચોમાસા પર કેવી પડશે અસર?

પશ્ચિમ ઉત્તર પેસિફિકમાં સક્રિય આ તોફાનો સીધા ભારત તરફ નથી આવી રહ્યા, પરંતુ વાતાવરણીય પરિભ્રમણ દ્વારા ભારતીય ચોમાસાને અસર કરી શકે છે: શક્તિશાળી વાવાઝોડા પૂર્વ તરફ ભેજ ખેંચી લે છે, જેનાથી ભારતીય ઉપખંડ સુધી પહોંચતા ભેજમાં ઘટાડો થાય છે. આ પરિસ્થિતિ બંગાળની ખાડીમાં નવા નીચા દબાણ વાળા તંત્રો (Low Pressure) કે ડિપ્રેશન બનવામાં અવરોધ ઊભો કરી શકે છે. મધ્ય, પૂર્વ અને ઉત્તર ભારતમાં વરસાદ લાવતી સિસ્ટમ સુસ્ત પડતાં ચોમાસું નબળું પડી શકે છે અથવા અમુક સમય માટે વિરામ (બ્રેક) લઈ શકે છે.

જોકે નિષ્ણાતોનું માનવું છે કે આવા તોફાનો લાંબા ગાળે ચોમાસાને નુકસાન પહોંચાડતા નથી અને કેટલીકવાર ચોમાસાના પવનોને મજબૂત કરી પશ્ચિમ કિનારે વરસાદ વધારી પણ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અલ નીનો અને પેસિફિકની આ હલચલ પર નજર રાખી રહ્યું છે. આ જટિલ આબોહવાકીય ફેરફારોને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓને સતર્ક રહેવા જણાવાયું છે.