Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 3 young men and women from Gujarat abducted in Ethiopia on their way to the US, three members of the same family fall in the trap of the agent

અમેરિકા જતાં ગુજરાતના 3 યુવક-યુવતીનું ઈથિયોપિયામાં અપહરણ, એક જ પરિવારના ત્રણ સભ્યો એજન્ટની માયાજાળમાં ફસાયા

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
અમેરિકા જતાં ગુજરાતના 3 યુવક-યુવતીનું  ઈથિયોપિયામાં અપહરણ, એક જ પરિવારના ત્રણ સભ્યો એજન્ટની માયાજાળમાં ફસાયા
સોર્સ : gstv

કોઈપણ ભોગે ગેરકાયદે માર્ગે અમેરિકા પહોંચવાનો ઘેલછાભર્યો મોહ વધુ એકવાર ગુજરાતી પરિવારો માટે જિંદગીનું સૌથી મોટું દુઃસ્વપ્ન સાબિત થયો છે. મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના એક જ કુટુંબના ત્રણ આશાસ્પદ યુવક-યુવતીઓ અમેરિકા પહોંચે તે પહેલાં જ વિદેશી ધરતી પર આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને અપહરણકારોની ખતરનાક ચુંગાલમાં ફસાઈ ગયા છે. પરિવારજનો પાસેથી સ્થાનિક એજન્ટે અગાઉ રૂ. 70 લાખ જેટલી તોતિંગ રકમ પડાવી લીધા પછી હવે આફ્રિકન દેશ ઇથિયોપિયાથી 'ખાન' નામના અજાણ્યા શખ્સે ત્રણેયને મુક્ત કરવા માટે રૂ. 1 કરોડની તોતિંગ ખંડણી માંગી છે.

App Store

એક જ પરિવારના ત્રણ સભ્યો એજન્ટની માયાજાળમાં ફસાયા

  • મહેસાણા તાલુકાના વડસ્મા ગામનો યુવક જનસારી ઋત્વિક શૈલેષભાઈ
  • ગોઝારિયા ગામની યુવતી ચાવડા મમતાબેન ચિરાગભાઈ
  • ગાંધીનગરની રહેવાસી ગોપી નામની યુવતી
  • આ ત્રણેય જણાએ ગેરકાયદે માર્ગે યુએસ જવા માટે કડી તાલુકાના ડાંગરવા ગામના એક સ્થાનિક એજન્ટનો સંપર્ક કર્યો હતો.
  • સ્થાનિક એજન્ટે મુખ્ય સૂત્રધાર એજન્ટોના ભરોસે તેમને વિદેશ રવાના કર્યા હતા.

જયપુરથી અબુધાબી અને ત્યાંથી ઇથિયોપિયાના કેમ્પમાં રખાયા

  • માનવ તસ્કરોની આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટે આ ત્રણેય યુવાનોને જયપુરથી એતિહાદ એરલાઇન્સ મારફતે પ્રથમ અબુધાબી મોકલ્યા હતા.
  • અબુધાબીથી તેમને સીધા પૂર્વ આફ્રિકન દેશ ઇથિયોપિયાની રાજધાની એડિસ અબાબા લઈ જવાયા હતા.
  • ત્યાં સ્વાઝીલેન્ડ સ્ટ્રીટ પર આવેલા 'જીએસએફ કેમ્પ' નામના અજ્ઞાત સ્થળે તેમને રાખવામાં આવ્યા હતા.
  • આ યુવાનો માટે 19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર સુધીના એક મહિનાના પ્રવાસી ઇ-વિઝા મેળવવામાં આવ્યા હતા.

'કેનેડા પહોંચી ગયા' કહી રૂ. 70 લાખ પડાવ્યા, પછી આવ્યો ખંડણીનો કોલ

  • સ્થાનિક એજન્ટે પરિવારને ખાતરી આપી હતી કે ત્રણેય સભ્યો હેમખેમ કેનેડા પહોંચી ગયા છે અને હવે ટેક્સી મારફતે બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જઈ રહ્યા છે.
  • આ વાત પર વિશ્વાસ મૂકીને પરિવારજનોએ એજન્ટને નક્કી થયા મુજબ રૂ. 70 લાખ રોકડા ચૂકવી દીધા હતા.
  • પૈસા મળતાં જ ત્રણેય યુવક-યુવતીઓના ફોન બંધ થઈ ગયા અને સંપર્ક કપાઈ ગયો હતો.
  • આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે અચાનક ઇથિયોપિયાથી 'ખાન' નામના શખ્સનો ફોન આવ્યો અને તેણે જણાવ્યું કે ત્રણેય તેની કસ્ટડીમાં છે, જો જીવતા જોઈતા હોય તો રૂ. 1 કરોડની ખંડણી ચૂકવવી પડશે.

કલોલનો યુવક સહીસલામત પરત ફર્યો, આ ત્રણેય કેમ ફસાયા?
કલોલના મુન્નાભાઈ નામના વ્યક્તિનો પુત્ર પણ આ જ જૂથ સાથે અમેરિકા જવા માટે આ સફરમાં સામેલ હતો. પરંતુ તે યુવકનો એજન્ટ અલગ હતો અને તેણે નક્કી કરેલી રકમ સમયસર ચૂકવી દેતાં તેને સુરક્ષિત રીતે ગુજરાત પરત મોકલી દેવાયો હતો. જ્યારે મહેસાણા-ગાંધીનગરના આ ત્રણેય યુવાનોનો એજન્ટ એક જ હતો અને નાણાંની લેતીદેતી કે એજન્ટોના આંતરિક વિવાદમાં આ ત્રણેય નિર્દોષો આંતરરાષ્ટ્રીય માફિયાઓના હાથે બંધક બની ગયા છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News