VIDEO: ANDAR NI VAAT/ પુનાઃ ઇન્દોરના રાજા રઘુવંશી જેવી જ ઘટના પુનામાં બની
મધ્યપ્રદેશના ઇન્દોરમાં બનેલા અત્યંત ચકચારી રાજા રઘુવંશી મર્ડર

મધ્યપ્રદેશના ઇન્દોરમાં બનેલા અત્યંત ચકચારી રાજા રઘુવંશી મર્ડર કેસની યાદ અપાવે તેવી જ ઘટના મહારાષ્ટ્રના પુણે-લોનાવાલામાં સામે આવી છે. પ્રેમી સાથે રહેવાની ઘેલછામાં શિયા ગોયેલ નામની યુવતિએ પોતાના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને મંગેતર કેતન અગ્રવાલની હત્યા કરી નાંખી,. કેતનને લોહગઢના કિલ્લા પરથી નિચે ફેકી હત્યા કરવામાં આવી. ઇન્દોરમાં સોનમ રઘુવંશીના કેસમાંથી શિખ લઇને શિયાએ લગ્નના થોડા દિવસો પહેલાં જ મંગેતર કેતનને લોહગઢ કિલ્લા પરથી નીચે ફેકી દીધો હતો. સોનમે પણ પોતાના પતિ રાજા રધુવંશીને હનીમુનના બહાને મેઘાલય લઇ જઇ પોતાના પ્રેમી સાથે મળીને ઉંડી રાજાને ખાઇમાં ફેકી દીધો હતો. શિયા અને તેના પ્રેમી ચેતન ચૌધરી દ્રારા આચરવામાં આવેલી ક્રાઇમ થીયરીથી ચકચાર મચી ગયો છે.
પુનાના સક્સેસ ગ્રુપના ડિરેક્ટર અને જાણીતા બિલ્ડરના પુત્ર ૨૬ વર્ષીય કેતન અગ્રવાલની સગાઈ પુણેની ૨૦ વર્ષીય યુવતિ સિયા ગોયલ સાથે થઇ હતી. કેતન અને સિયાના થોડા દિવસ બાદ લગ્ન થવાના હતા. ભવ્ય લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પરંતું સિયા ગોયલ, ચેતન ચૌધરી નામના યુવાનને પ્રેમ કરતી હતી. સિયાની ઇચ્છા કેતન સાથે લગ્ન કરવાની ન હતી. પરિવારની આબરૂ જવાના ડરથી સગાઈ તોડવાને બદલે તેણીએ પ્રેમી ચેતન સાથે મળીને કેતનની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો. યોજના મજબ ૧૮ જૂને સિયા ફરવાના બહાને કેતનને લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ માટે લઈ ગઈ હતી. ષડયંત્ર મુજબ પ્રેમી ચેતન માથે ટોપીવાળું જેકેટ પહેરીને ત્યાં હાજર જ હતો. ચેતન ચહેરો છુપાવી બન્નેની પાછળ-પાછળ કિલ્લા પર પહોંચ્યો હતો. કિલ્લા પર નિર્જન જગ્યાએ તક જોઇ સિયા અને ચેતને ભેગા મળી કેતનને ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો. કિલ્લા પરથી નિચે પડતા કેતનનું મોત થયું હતું. ઘટના બાદ સિયાએ સ્ટોરી બનાવી કે સેલ્ફી લેવા જતા કેતન લપસી ગયો હતો અને નિચે પડી ગયો હતો. સોનમ રધુવંશીને જેમ સિયાએ પણ સરખી જ થિયરી બનાવી હતી. પણ સિયાના વ્યહારમાં ફેરફાર દેખાતા કેતનના પરિવારને સિયા પર શંકા ગઇ હતી. પરિવારે આ વાત લોનવાલા ગ્રામ પોલીસને કરતા સ્થાનિક પોલીસે ડિજિટલ પુરવા એકઠા કરવાનું શરુ ક્યું. ડિજિટલ પુરવામાં ખુલાસો થયો કે સિયા ચેતનને પ્રેમ કરતી હતી, સગાઇ પછી પણ તેણી ચેતન સાથે સંપર્કમાં હતી. બન્નેની સગાઇ પછી સિયા અનમે ચેતન વચ્ચે 2000 કલાકથી વધારે વાત થઇ હતી. કિલ્લાના સીસીટીવીમાં પણ સામે આવ્યું કે ઓળખ છુપાવીને ચેતન તેમની સાથે જ ચાલતો હતો. ડિઝિટલ પુરાવા બાદ સાબિત થયું કે શિયાએ જ ચેતનની હત્યા કરી હતી. પુનાની ઘટના સમાજ માટે અરીસા સમાન છે. રાજા રઘુવંશીની ઘટના બાદ કેતન અગ્રવાલની ઘટના ધ્યાન ખેંચે છે કે સમાજ કઇ દિશામાં જઇ રહ્યો છે.
બ્યુરો રિપોર્ટ, જીએસટીવી






