VIDEO: ANDAR NI VAAT/ દિલ્લી: યમુના નદી બની કેમિકલનો દરિયો
VIDEO: ANDAR NI VAAT/ Delhi: Yamuna river becomes a sea of chemicals | યમુના નદી ભારતની સૌથી વધારે પ્રદુષિત નદી છે. દિલ્લીના વજિરાબાદ બેરેજથી ઓખલા સુધીના 2

યમુના નદી ભારતની સૌથી વધારે પ્રદુષિત નદી છે. દિલ્લીના વજિરાબાદ બેરેજથી ઓખલા સુધીના 27 કીલોમીટર સુધીનો નદીનો વિસ્તાર સૌથી વધારે પ્રદુષિત છે. અહિયા નદીના પાણીમાં એક ટકો પણ જીવ સૃષ્ટિ પનપી શકે તેની સ્થિતિમાં નથી. યમુનાનો 27 કીમીનો પટ્ટો નદી નહીં પણ કેમિકલનો દરિયો બની ગયો છે. વરસાદ પહેલા દિલ્લીના મંત્રી પ્રવેશ વર્મા દ્રારા નાળા અને ટ્રેનના ડિસિલ્ટિગની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. નદીના પુરનું કેમિકલયુક્ત અને ડ્રેનેજનું પાણી રહેઠાણ વિસ્તારમાં ન ભરાઇ તે માટે મંત્રી પ્રવેશ વર્માએ સમીક્ષા કરી હતી. જો કે સ્થાનિક લોકોએ પ્રદુષણનો મુદ્દો ઉઠાવીને યમુનાને ક્લીન કરવાની માંગ કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું હતું કે ચોમાસામાં યમુના નદીમાં ભારે પુર આવે છે. આ કારણે ટ્રેનેજ અને કેમિકલયુક્ત પાણી અમારા ઘેર સુધી પહોંચે છે. કેમિકલયુક્ત પાણી વચ્ચે જીવવું મુશ્કેલ બની જાય છે. તેઓ કહે છે કે નવી સરકાર વારંવાર કહે છે કે અમે યમૂનાને શુદ્ધ કરીશું પણ હજુ સુધી આ દિશામાં કોઇ કામગીરી થઇ નથી. મંત્રી અને અધિકારીઓ યમુના કિનારે આવે છે. પ્રદુષણ જોઇને જતા રહે છે પણ કામગીરી આગળ વધતી નથી.
દિલ્લીની મધ્યમાંથી પસાર થતી યમુના નદી કુલ 1370 કીલોમીટર લાંબી છે. તે ઉત્તરખંડના યમનોત્રીથી નિકળી અલ્હાબાદમાં ગંગા નદીને મળે છે. યમુના દિલ્લીમાં પ્રવેશે ત્યારે ભારતની સૌથી વધારે પ્રદુષિત નદીં બની જાય છે. દિલ્લીના પલ્લાથી પ્રદુષણની શરુઆત થાય છે. વઝીરાબાદ, નઝફગઢ, ઓખલા વગેરે વિસ્તારમાં યમુના વિશ્વની સૌથી વધારે પ્રદુષિત નદી બની જાય છે. અહિયા ડ્રેનેજનું પાણી અને કંપનીઓનું કેમિકલયુક્ત પાણી નદીમાં ભળે છે. આ પાણી એટલું પ્રદુષિત છે કે જીવસૃષ્ટી પણ જીવ શકતી નથી. આ પાણીમાં ડીઓ શુન્ય થઇ જાય છે. પાણીની ફીણના થર જામી જાય છે. દિલ્લીના આ કેમિકલનો દરિયોમાં આગળ જતા મથુરા અને આગ્રાના ઉદ્યોગો ઘટતું કરે છે. અહિયાનો ઓદ્યોગિક કચરો અને કેમિકલ યમુનાને વધારે પ્રદુષિત કરે છે. આ રીતે દિલ્લીના પલ્લાથી અલ્હાબાદ સુધીની યમુના નદી નહીં પણ ડ્રેનેજનો દરિયો હોય તેવું લાગે છે. યમુનાનું પ્રદુષણ અલ્હાબાદમાં ગંગા નદીને પણ પ્રદુષિત કરે છે. દિલ્લીમાં ભાજપની સરકારે યમુનાને પ્રદુષમમુક્ત કરવાનું વચન આપ્યું હતું, સરકાર આ વચનનું પાલન કરે છે કે નહીં તેના પર દિલ્લીના લોકોની નજર છે.
બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી





