VIDEO: ANDAR NI VAAT/ મમતા બેનર્જીની સિક્યુરિટી હટાવતા વિવાદ
પશ્વિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સુરક્ષાને લઇને વિવાદ થયો છે. બં

પશ્વિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સુરક્ષાને લઇને વિવાદ થયો છે. બંગાળ સરકારે મમતા બેનર્જીની 2011થી સુરક્ષાની જવાબદારી સંભાળતા પર્સનલ આસિસ્ટન્ટને હટાવી દીધો છે. મમતા મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ પીએસ તેની સાથે હતા. તેણી દેશના કોઇ પણ ખૂણે હોય આ પીએસને પોતાની સુરક્ષામાં રાખતા હતા. સરકારે જે જવાનોને હટાવ્યા છે તે રેલ્વે પ્રોટેક્શન ફોર્સમાંથી આવતા હતા. સરકારે એક આદેશ જાહેર કરીને તેઓને પરત આરપીએફમાં મોકલી દીધા છે. આ સાથે નવા પીએસની નિમણુંક પણ કરવામાં આવી છે. સલામતી સ્ટાફ હટાવતા મમતા છંછેડાય ગયા છે. તેણીએ નવા પીએસની સેવા લેવાની ના પાડી દીધી છે. સાથે ઝેડ પ્લાસ સુરક્ષા લેવાની પણ ના પાડી દીધી હતી. મમતાને શંકા છે કે નવી સિક્યુરીટી તેની જાસુસી કરશે. સલામતી સ્ટાફ પરત જતા કોલકત્તાના કાલીઘાટમાં આવેલું મમતાનું ઘર સલામતી સ્ટાફ વગરનું થઇ ગયું છે.
પૂર્વ મુખ્યમંત્રીના ઘરે હવે કોઇ સલામતી સ્ટાફ નથી. બેરિકેટ પણ હટાવી દેવામાં આવ્યા છે. કોઇ પણ માણસ ગમે ત્યારે મમતાને ઘરે જઇ શકે છે. સરકારના આ પગલા સામે ટીએમસીએ વાંધો ઉઠાવ્યો છે. ટીએમસીના સાંસદે ડેરેક ઓબ્રામે મમતાના ઘરની બહારનો રાત્રીના 10 વાગ્યાનો વીડિયો વાઇરલ કરીને આરોપ લગાવ્યો હતો કે પૂર્વ મુખ્યમંત્રીના ઘરે અત્યારે કોઇ સલામતી ગાર્ડ નથી. તેણીના ઘરમાં રાત્રે કોઇ પણ જઇ શકે છે. રોડ પર કોઇ બેરિકેટ નથી. તેણીનો જીવ જોખમમાં છે. તેણે કહ્યું હતું કે સરકાર મમતાને અસુરક્ષિત બનાવવા માટે રાજકીય કાવતરુ રચી રહી છે. મમતાની સલામતીનો વિવાદ વધતા બંગાળ સરકારે ખૂલાસો કર્યો હતો કે સુરક્ષા સ્ટાફ ધારાધોરણ મુજબ હટાવાયો છે. પર્સનલ આસિસ્ટન્ટ છેલ્લા 15 વર્ષથી એક જગ્યાએ જ હતા. નિયમ મુજબ તેને પરત બોલાવવામાં આવ્યા છે. આ સ્ટાફની જગ્યાએ બીજો સ્ટાફ ડેપ્યુટ કરવામાં આવ્યો છે. તેણી હવે મુખ્યમંત્રી ન રહેતા રસ્તાની સલામતી માટે બેરિકેટ હાટવાયા છે. અધિકારીઓએ ખુલાસો કર્યો છે મમતાની ઝેડ પ્લસ સુરક્ષા હજુ યથાવત છે. તેમા કોઇ સુધારો કરવામાં આવ્યો નથી. સરકારના ખુલાસા બાદ પણ સલામતીનો વિવાદ શાંત પડવાનું નામ લેતો નથી. મમતા પોતાનો જુના સ્ટાફ ઇચ્છી રહ્યા છે. બંગાળ સરકારે નવો સ્ટાફ ડેપ્યુટ કર્યો છે. હવે આ વિવાદ ક્યાં સુધી પહોંચે તે જોવું રહ્યું.
બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી




