સારવાર કે જિંદગી સાથે રમત?
"શું ગરીબ હોવું એ આ દેશમાં ગુનો છે? ખેડાના વસોની 'વેદ હોસ્પિટલ'માં જે થયું, એ સાંભળીને તમારું લોહી ઉકળી ઉઠશે! એક યુવક કમરનો


"શું ગરીબ હોવું એ આ દેશમાં ગુનો છે? ખેડાના વસોની 'વેદ હોસ્પિટલ'માં જે થયું, એ સાંભળીને તમારું લોહી ઉકળી ઉઠશે! એક યુવક કમરનો દુખાવો મટાડવા ગયો હતો અને બદલામાં એને મળ્યું હાથ નું ઇન્ફેક્શન.
"રાતના અંધારામાં ડોક્ટર ગેરહાજર હતા અને નર્સે ડોક્ટર બનીને ઈન્જેક્શન આપી દીધું. આજે રવિ સોલંકીના હાથે કામ કરવાનું બંધ કરી દીધું છે. વિચાર કરો, જે હાથે એ આખા ઘરનું ગુજરાન ચલાવતો હતો, એ જ હાથ આજે ઈન્ફેક્શનના કારણે કાપવો પડે તેવી નોબત આવી છે!"
"શરમ તો એ વાતની છે કે ભૂલ સ્વીકારવાને બદલે આ હોસ્પિટલ મેનેજમેન્ટ લાખો રૂપિયાના ઓપરેશનની વાત કરે છે! ફાઈલ આપવાની ના પાડે છે! અરે, તમે હોસ્પિટલ ચલાવો છો કે મોતની ફેક્ટરી? અને નવાઈની વાત તો એ છે કે હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ એ નજીક આવેલા મંદિરના પરિસરમાં બાળવામાં આવે છે.
"ક્યાં છે આરોગ્ય વિભાગ? શું તપાસના નામે માત્ર ફાઈલો જ દબાવવામાં આવશે? રવિ આજે કામ કરી શકે તેમ નથી. એનો પરિવાર ભૂખે મરવાની અણી પર છે. આ તે કેવી વ્યવસ્થા જ્યાં ગરીબનો જીવ માત્ર એક 'એક્સપેરિમેન્ટ' બનીને રહી ગયો છે?"
"શું રવિને ન્યાય મળશે? આ બેદરકાર હોસ્પિટલ પર કાર્યવાહી થશે?
આવા વધુ વીડિયોઝ જોવા આજે જ ડાઉનલોડ કરો GSTV app








