મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

પાણી નહીં, રોગનું ભાણું

"મિત્રો, શું તમે જાણો છો કે તમે જે પાણી પી રહ્યા છો તે ખરેખર સુરક્ષિત છે? ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સા

"મિત્રો, શું તમે જાણો છો કે તમે જે પાણી પી રહ્યા છો તે ખરેખર સુરક્ષિત છે? ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે!"

"છેલ્લા ત્રણ વર્ષમાં આખા ગુજરાતમાં પીવાના પાણીના 1.10 લાખથી વધુ સેમ્પલ ફેલ થયા છે. આનો સીધો અર્થ એ છે કે લાખો લોકો અશુદ્ધ પાણી પીવા મજબૂર છે. ગાંધીનગરમાં જ દૂષિત પાણીને કારણે 100 થી વધુ લોકો બીમાર પડીને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે."

"સરકારી આંકડાઓ જ કહે છે કે: વર્ષ 2022-23માં જ 51,000 થી વધુ સેમ્પલ પીવા લાયક નહોતા.

અમદાવાદ, કચ્છ, મહેસાણા અને ભરૂચ જેવા જિલ્લાઓમાં પાણીમાં ટીડીએસ (TDS) અને ક્ષારનું પ્રમાણ જોખમી સ્તરે છે, જે કિડની અને હાડકાના રોગોને ખુલ્લું આમંત્રણ આપી રહ્યું છે."

"વધતી ફરિયાદો છતાં તંત્ર હજુ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે. ત્રણ વર્ષમાં સરકારને પાણી અંગે 1,09,847 ફરિયાદો મળી છે, છતાં નક્કર પગલાંનો અભાવ દેખાઈ રહ્યો છે."

 "શું સ્માર્ટ સિટીમાં શુદ્ધ પાણી મળવું આપણો હક નથી? 

આવા વધુ વીડિયો જોવા આજે જ ડાઉનલોડ કરો GSTV app

આ સમાચાર શેર કરો