જુનાગઢના નાયબ મામલતદાર પર ખુરશી ફેંકીને શખ્સે આપી ધમકી
જુનાગઢના નાયબ મામલતદાર ભાર્ગવ ધામેચા પર કચેરી દરમિયાન હુમલાની ઘટના સામે આવી છે. દસ્તાવેજના સોગંદના
જુનાગઢના નાયબ મામલતદાર ભાર્ગવ ધામેચા પર કચેરી દરમિયાન હુમલાની ઘટના સામે આવી છે. દસ્તાવેજના સોગંદનામા મુદ્દે રજીસ્ટ્રેશન વખતે ઉગ્ર વિવાદ થયો હતો. આરોપી હરેશ કાચાએ નાયબ મામલતદાર પર લાકડાની ખુરશી ફેંકી હુમલો કર્યો હતો, જ્યારે રવિ ચંદેએ ફોન પર ધમકી આપી હતી. સમગ્ર ઘટના ચેમ્બરમાં લગાવેલા CCTVમાં કેદ થઈ ગઈ છે. હુમલાથી નાયબ મામલતદારને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે ફરિયાદમાં ફરજમાં રૂકાવટ અને ધમકીનો આરોપ મુકાયો છે. બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે.




