ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે?
"ભ્રમમાં ના રહેતા કે ત્રીજું વિશ્વયુદ્ધ ભવિષ્યમાં થશે... સત્ય એ છે કે તે શરૂ થઈ ચૂક્યું છે! બસ,આ યુદ્ધ એકસાથે નહીં, ટુકડે


"ભ્રમમાં ના રહેતા કે ત્રીજું વિશ્વયુદ્ધ ભવિષ્યમાં થશે... સત્ય એ છે કે તે શરૂ થઈ ચૂક્યું છે! બસ,આ યુદ્ધ એકસાથે નહીં, ટુકડે-ટુકડે અને હપ્તાઓમાં ચાલી રહ્યું છે."
"જાન્યુઆરી 2026ની શરૂઆત જુઓ... અમેરિકાએ વેનેઝુએલામાં ઘૂસીને રાષ્ટ્રપતિ માદુરોને ઉપાડી લીધા. આ કોઈ સામાન્ય ઓપરેશન નથી, આ એલાન છે કે હવે સરહદોની કોઈ કિંમત નથી. ડોનાલ્ડ ટ્રમ્પનું 'ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ' હવે જાણે સત્તાવાર 'ડિપાર્ટમેન્ટ ઓફ વોર' બની ગયું છે. તે દુનિયાને લોકશાહી નહીં, પણ પોતાની તાકાત બતાવવા નીકળ્યું છે."
"બીજી તરફ ચીનની તાઈવાન પર વધતી ઘેરાબંધી અને ઈરાન પર લટકતી ઈઝરાયેલની તલવાર... આ માત્ર સ્થાનિક વિવાદો નથી. રશિયા-યુક્રેન યુદ્ધ પણ હવે ચોથા વર્ષમાં પ્રવેશી ગયું છે. અને નાટો સાથેનો સંઘર્ષ ગમે ત્યારે 'પરમાણુ યુદ્ધ' માં ફેરવાઈ શકે છે."
"સૌથી ડરામણી વાત એ છે કે અમેરિકા ફરી પરમાણુ પરીક્ષણો શરૂ કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર આજે માત્ર એક લાચાર સંસ્થા બની ગઈ છે અને શક્તિશાળી દેશો હવે વાતચીત નહીં, પણ ગોળીબારની ભાષા બોલી રહ્યા છે."
આપણે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં ઉભા નથી, આપણે તેના મધ્યમાં જીવી રહ્યા છીએ. "જો આ જ ગતિ રહી, તો ૨૦૨૬ માનવજાતની સૌથી મોટી ભૂલ સાબિત થશે. તમારું શું માનવું છે?
આવા વધુ વીડિયોઝ જોવા આજે જ ડાઉનલોડ કરો GSTV app








