ગુજરાતમાં ભ્રષ્ટાચારનો વિસ્ફોટ!
શું ગુજરાત ખરેખર ભ્રષ્ટાચારમાં પણ 'મોડલ સ્ટેટ' બની રહ્યું છે? વર્ષ 2025ના જે આંકડા સામે આવ્યા છે તે સાંભળીને તમે ચોંકી જશો!"


શું ગુજરાત ખરેખર ભ્રષ્ટાચારમાં પણ 'મોડલ સ્ટેટ' બની રહ્યું છે? વર્ષ 2025ના જે આંકડા સામે આવ્યા છે તે સાંભળીને તમે ચોંકી જશો!"
"એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે ACBએ વર્ષ 2025માં કુલ 213 ગુના નોંધ્યા છે, જે ગત વર્ષ કરતા 15 ટકા વધારે છે. નવાઈની વાત એ છે કે માત્ર નાના કર્મચારીઓ જ નહીં, પણ ક્લાસ-1 ના 13 અને ક્લાસ-2 ના 35 મોટા અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે."
"સૌથી વધુ ભ્રષ્ટાચાર ક્યાં છે? તો સાંભળો... ગૃહ વિભાગ, પંચાયત વિભાગ અને મહેસૂલ વિભાગ – આ ત્રણ વિભાગો ભ્રષ્ટાચારના એપીસેન્ટર બન્યા છે. ભ્રષ્ટ અધિકારીઓ હવે એટલા શાણા થઈ ગયા છે કે પોતે ડાયરેક્ટ પૈસા નથી લેતા, તેમણે 123 જેટલા વચેટિયાઓ અને પ્રાઈવેટ માણસો રાખ્યા છે, જેમને પણ એસીબીએ દબોચી લીધા છે."
એસીબીમાં સૌથી વધારે ગૃહવિભાગના 62, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના 26 અને મહેસુલી વિભાગના 32 ગુના નોંધાયા હતા. અપ્રમાણસર મિલકતોના 16 ગુના નોંધાયા હતા. જેમાં કુલ 16.59 કરોડની અપ્રમાણસર મિલકતો શોધીને કાર્યવાહી કરવામાં આવી હતી.






