Video/ એરપોર્ટ પર અંધાધૂંધી: વારંવાર ટાઇમ બદલી Indigoએ ફ્લાઇટ કેન્સલ કરી
ઇન્ડિગો દ્વારા મુસાફરોને સતત બે દિવસ સુધી ખોટા સમય આપવામાં આવ્યા હતા. ગઈકાલે બપો
ઇન્ડિગો દ્વારા મુસાફરોને સતત બે દિવસ સુધી ખોટા સમય આપવામાં આવ્યા હતા. ગઈકાલે બપોરનો સમય આપીને પછી સાંજે 5 વાગ્યા, રાત્રે 12.30 વાગ્યા અને છેલ્લે આજે સવારે 5 વાગ્યાનો સમય આપ્યા બાદ આ ફ્લાઇટ કેન્સલ કરી દેવાઈ હતી.
આ વિલંબ અને રદ્દીકરણના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોના યાત્રીઓ, જેઓ કાશ્મીરની મજા માણવા કે માતા વૈષ્ણવ દેવીના દર્શને જઈ રહ્યા હતા, તેઓ અટવાયા હતા. આ અટવાયેલા યાત્રીઓમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતનો પણ સમાવેશ થાય છે, જેઓ બે દિવસથી હેરાન-પરેશાન હતા.
રોષે ભરાયેલા યાત્રીઓનો હોબાળો
એરલાઇન્સ તરફથી યોગ્ય જવાબ કે સહકાર ન મળતાં યાત્રીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઘણા મુસાફરોને હોટલમાં રોકાવા મજબૂર થવું પડ્યું, જ્યારે કેટલાક લોકોએ કડકડતી ઠંડીમાં એરપોર્ટ પર જ રાત વિતાવી હતી. આખરે, રોષે ભરાયેલા મુસાફરોએ કાઉન્ટર આગળ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એરપોર્ટ પર "Indigo ચોર હૈ"ના નારા લગાવ્યા હતા.






