VIDEO: મુસાફરો માટે રાહતના સમાચાર! 15 જુલાઈ સુધી રેલવેની 18,262 સ્પેશિયલ ટ્રીપ, પશ્ચિમ રેલવેમાં પણ દોડશે વધારાની ટ્રેન
VIDEO: ઉનાળાની રજાઓ દરમિયાન ટ્રેનમાં અતિભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ 908 વિશેષ ઉનાળુ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન 15 જુલાઈ સુધી કુલ 18 હજાર 262 ટ્રિપ પૂરી કરશે. જેમાંથી 11,294 ટ્રીપ પહેલેથી જ સૂચિત કરવામાં આવી છે અને બાકીની ટ્રિપ ટૂંક સમયમાં જાહેર કરાશે.
ઉનાળાની રજાઓ દરમિયાન પ્રવાસીઓના ભારે ધસારાને કારણે રેલ્વે વિભાગે વધારાની ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. 15 જુલાઈ સુધીમાં ભારતીય રેલ્વે વિભાગ 18 હજાર 262 ટ્રીપ પૂરી કરશે. મધ્ય ઝોનમાં સૌથી વધુ 3 હજાર 82 ટ્રીપ મધ્ય-પૂર્વ રેલવે 2 હજાર 711 અને ઉત્તર-પશ્ચિમ રેલ્વેની 2 હજાર 245 ટ્રીપ રહેશે.
મધ્ય રેલવેએ ૭૪ ટ્રેનને મંજૂરી આપી છે અને 70 ટ્રેન સૂચિત કરી છે. પશ્ચિમ રેલવેએ 106 ટ્રેનને 2 હજાર 78 ટ્રીપ મંજૂર કરી છે. દક્ષિણ મધ્ય રેલ્વેએ 124 ટ્રેન 1 હજાર 184 ટ્રીપને મંજૂરી આપી છે. મધ્ય રેલ્વેએ જાહેરાત કરી છે કે 15 એપ્રિલથી 31 જુલાઈ સુધી 2 હજાર 100થી વધુ વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. જેમાં 733 જનરલ અને 624 રિઝર્વ્ડ ટ્રેન સામેલ છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ વિશેષ ટ્રેન ઉનાળા વેકેશનના સમયે મુસાફરોને મોટી રાહત આપશે અને સામાન્ય ટ્રેનમાં ભીડ ઘટાડશે.

