Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : VIDEO: Summer rages in Jamnagar, roads deserted at noon, crowds gather at cold drink stalls

VIDEO: જામનગરમાં ઉનાળાનો કહેર, બપોરના સમયે રસ્તાઓ સુમસામ, ઠંડા પીણાના સ્ટોલ પર ભીડ જામી

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતભરમાં જ્યારે ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ સૂર્યપ્રકોપની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની સીઝન જામતાની સાથે જ જામનગરમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે, જેને કારણે લોકો અસહ્ય ગરમીમાં શેકાઈ રહ્યા છે.

App Store

બપોરના સમયે રસ્તાઓ સુના
છેલ્લા બે-ત્રણ દિવસથી જામનગરમાં સવારથી જ ગરમીનો અનુભવ થવા લાગે છે અને બપોર થતા સુધીમાં પારો એટલો વધી જાય છે કે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરના મુખ્ય રાજમાર્ગો અને બજારોમાં બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. લૂ અને બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ઠંડા પીણા અને શેરડીના રસની જબરી માંગ
આકરી ગરમી સામે રક્ષણ મેળવવા માટે જામનગરના નાગરિકો હવે દેશી ઉપચારો અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. શહેરના ખૂણે ખૂણે આવેલા શેરડીના રસના ચીચોડાઓ પર પ્રવાહ વધ્યો છે. આ ઉપરાંત છાસ, લસ્સી, આઈસ્ક્રીમ અને વિવિધ સોફ્ટ ડ્રિંક્સના વેચાણમાં પણ જબરો ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકો ગરમીથી તાત્કાલિક રાહત મેળવવા માટે લીંબુ શરબત અને કુદરતી પીણાંઓને વધુ પસંદ કરી રહ્યા છે.