Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Surat SMC's unique initiative! Special 'sheds' erected at signals, gives relaxation in traffic rules

VIDEO: સુરત SMCની અનોખી પહેલ! સિગ્નલ પર ઉભા કરાયા સ્પેશિયલ 'શેડ', ટ્રાફિક નિયમોમાં આપી છૂટછાટ

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: 'ડાયમંડ સિટી' સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે. બપોરના સમયે કાળઝાળ ગરમી અને ગરમ પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા વાહનચાલકોનાં આરોગ્યને અગ્રતા આપીને એક પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે.

App Store

બપોરે 1થી 4 કલાક દરમિયાન સિગ્નલમાંથી મુક્તિ
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના મુખ્ય જંક્શનો પર બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, બપોરના આકરા તડકામાં સિગ્નલ પર ઉભા રહેવાને કારણે વાહનચાલકોને હીટસ્ટ્રોક લાગવાની શક્યતા રહે છે. આ સમયગાળા દરમિયાન ટ્રાફિક ઓછો હોવાથી અને વાહનચાલકો ઝડપથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે તે હેતુથી સિગ્નલ બંધ કરવામાં આવ્યા છે.

સિગ્નલ પોઈન્ટ પર ગ્રીન શેડની વ્યવસ્થા
માત્ર સિગ્નલ બંધ કરવા જ નહીં, પરંતુ જ્યાં સિગ્નલ ચાલુ રાખવા અનિવાર્ય છે તેવા પોઈન્ટ્સ પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશાળ 'ગ્રીન શેડ' (નેટ) ઉભા કરવામાં આવ્યા છે. આ શેડના કારણે વાહનચાલકોને ડાયરેક્ટ સૂર્યપ્રકાશથી રક્ષણ મળી રહ્યું છે. સુરતના રસ્તાઓ બપોરના સમયે લગભગ સુમસામ જોવા મળી રહ્યા છે, તેમ છતાં જે લોકો અનિવાર્ય કામ માટે બહાર નીકળે છે તેમના માટે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

તંત્રની અપીલ
સુરત શહેરના ડીસીપી પન્ના મોમાયાએ વાહનચાલકોને અપીલ કરી છે કે, ભલે સિગ્નલ બંધ હોય પરંતુ ગતિ મર્યાદા જાળવી રાખવી અને ટ્રાફિકના અન્ય નિયમોનું પાલન કરવું જેથી અકસ્માત નિવારી શકાય. સુરતની આ પહેલ હવે ગુજરાતના અન્ય શહેરો માટે પણ એક પ્રતીક બની રહી છે.