Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Scorching heat in Gujarat! The mercury will rise by 3 degrees in the next 48 hours, 43 degrees predicted on election day

VIDEO: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો ચમકારો ! આગામી 48 કલાકમાં પારો 3 ડિગ્રી વધશે, ચૂંટણીના દિવસે 43 ડિગ્રીની આગાહી

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં ઉનાળો હવે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક બન્યું છે. આગામી 22થી 28 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે અને આગામી 48 કલાક બાદ તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.

App Store

ચૂંટણીના દિવસે 'હીટવેવ' જેવી સ્થિતિ
સૌથી ચિંતાજનક બાબત એ છે કે 26 એપ્રિલના રોજ જ્યારે રાજ્યમાં મતદાન થવાનું છે, ત્યારે ગરમીનો પારો 40થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદમાં ચૂંટણીના દિવસે તાપમાન 42થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આકરી ગરમીના કારણે મતદાનની ટકાવારી પર અસર ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ પ્રજાએ પણ સાવચેત રહેવું જરૂરી છે.

ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો અમરેલી 41.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે અમદાવાદમાં 41 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.5 ડિગ્રી ઉચ્ચતમ તાપમાન નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન કદાચ આંકડાકીય રીતે ઓછું જણાય, પરંતુ ત્યાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે અસહ્ય બફારો અને ગભરામણ અનુભવાશે.

નિષ્ણાતોની સલાહ
હવામાન વિભાગે જણાવ્યું છે કે 28 એપ્રિલ સુધી વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. આકાશમાંથી વરસી રહેલી આગ સામે રક્ષણ મેળવવા માટે બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા માટે તબીબો દ્વારા સલાહ આપવામાં આવી છે.