Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Tragic end to love affair in Amreli: Murder of young man who chased away family niece, 3 people charged

અમરેલીમાં પ્રેમ સંબંધનો કરુણ અંત: કુટુંબી ભત્રીજીને ભગાડી જનાર યુવકની હત્યા, 3 શખસો સામે ગુનો દાખલ

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
અમરેલીમાં પ્રેમ સંબંધનો કરુણ અંત: કુટુંબી ભત્રીજીને ભગાડી જનાર યુવકની હત્યા, 3 શખસો સામે ગુનો દાખલ
સોર્સ : GSTV

Amreli newes: જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામે પ્રેમ સંબંધના મામલે કરુણ અંજામ આવ્યો છે. પોતાની જ કુટુંબી ભત્રીજીને ભગાડી જનાર યુવક પર જૂની અદાવત રાખીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?
મૃતક દિનેશ સોલંકીને પોતાના જ કુટુંબની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. અંદાજે એકાદ વર્ષ પહેલા દિનેશ આ યુવતીને ભગાડી ગયો હતો. જે વાતનો ખાર રાખીને યુવતીના પરિવારજનો તેની શોધમાં હતા. જો કે એક દિવસ આ યુવક અંગેની ભાળ મળતા યુવતીનાં પરિવારના લોકોએ તેના પર હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. 

ખેતરમાં સૂતેલા યુવક પર તૂટી પડ્યા ત્રણ શખ્સો
ઘટનાની વિગતો મુજબ, ચારેક દિવસ પહેલા દિનેશ સોલંકી ભાક્ષી ગામે પોતાના ખેતરમાં સૂતો હતો. તે સમયે અચાનક ત્રણ શખસો ત્યાં ધસી આવ્યા હતા અને સૂતેલા દિનેશ પર હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પટ્ટા અને દોરી વડે દિનેશને અસહ્ય માર માર્યો હતો. હુમલામાં ગંભીર ઈજાઓ થતાં દિનેશને તાત્કાલિક અમરેલી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન દિનેશ સોલંકીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

પોલીસની કાર્યવાહી
યુવકના મોત બાદ આ કેસ હવે હત્યામાં પલટાયો છે. રાજુલા પોલીસે આ મામલે ત્રણ શખસો સામે હત્યાનો ગુનો નોંધીને તેમને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રેમ સંબંધમાં પરિવારની આબરૂ જતી હોવાના રોષમાં થયેલી આ હત્યાએ પંથકમાં ચકચાર મચાવી દીધી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.