VIDEO : ANDARNI VAAT/ દિલ્હી હોટેલ આગમાં 21ના મોત બાદ જાગ્યું તંત્ર: યુપીમાં નિયમો તોડતી હોટેલ સંચાલકોને કડક આદેશ
સોર્સ : gstv
દિલ્લીના માલવિયાનગરની ફ્લોરિસ હોટેલમાં વિકરાળ આગની ઘટના બાદ યુપીનું વહિવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું, યુપીમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળો અને મહત્વના શહેરમાં ફાયર વિભાગ દ્રારા ઇન્સપેન્કશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત તપસા હાથ ધરાઇ હતી. ફાયર એનઓસી, પાણીની સ્થિતિ, ફાયર ઇક્વીપમેન્ટની સ્થિતિ વગેરે તપાસવામાં આવી હતી. લખનૌ ચીફ ફાયર ઓફિસર અંકુશ મિત્તલ દ્રારા શહેરની હોટેલ અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફટી ચેક થઇ હતી. ચેકિંગમાં અનેક જગ્યાન પાણીનું એછું પ્રશર જોવા મળ્યું હતું. કેટલીક હોટેલમાં ફાયર એનઓસી અપડેટ કરવામાં આવી ન હતી. હોટલમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટમાં ખામી પણ જોવા મળી હતી.
ચીફ ફાયર ઓફિસર દ્રારા નોંધ કરીને અધિકારીઓને આગળની કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. લખનૌ સાથે યાત્રાધામ અયોધ્યામાં પણ ફાયર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અયોધ્યામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અહિયા સેંકડોની સખ્યા હોટેલ આવેલી છે. ફાયરની નાની ભુલ પણ દિલ્લી જેવી ઘટનાને અંજામ આપી શકે છે. આ બાબતને ધ્યાનમા રાખીને અયોધ્યામાં પણ ફાયર વિભાગ દ્રારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. અયોધ્યાની જાણીતી હોટેલોમાં ખાસ ફાયર સેફ્ટી ગોઠવાઇ હતી. અધિકારીએ દ્ગારા ફાયર સેફ્ટી નિયમોનું પાલન, સ્પ્રિંકલર, હોઝ પાઇપ, વોટર ટેન્ક અને હાઇડ્રન્ટ જેવા ફાયર સેફ્ટી સાધનોની કાર્યક્ષમતા તપાસવામાં આવી હતી. કેટલીક જગ્યાએ નિયમનો ભંગ થતો જોવા મળ્યો હતો. જો કે અયોધ્યા ફાયર વિભાગે સિફ્ટીને ગંભીરતાથી લઇને હોટેલ સત્તાવાળીઓ અને અધિકારીઓને ઘટતું કરવાનો તત્કાલ આદેશ આપ્યો હતો. દિલ્લી ફ્લોરિસ હેટોલમાં વિકરાળ આગના કારણે 21 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ યુપી દિલ્લી હરિયાણા વગેરે રાજ્યના ફાયર વિભાગ હરકતમાં આવી ગયા હતા.

