Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Army in action mode to eliminate terrorists in dense forests and caves

VIDEO : ANDARNI VAAT/ ગાઢ જંગલો અને ગુફાઓમાં આતંકીઓનો સફાયો કરવા સેના એક્શન મોડમાં

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદ વિરોધી અભિયાન હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યું છે. માંજાકોટ સેક્ટરના ગંભીર મુગલાન વિસ્તારના ગાઢ જંગલોમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા છેલ્લા 12 દિવસથી સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળોએ આખા જંગલ વિસ્તારને ચારેબાજુથી કોર્ડન કરી લીધો છે અને આતંકીઓના સંભવિત ઠેકાણાઓ શોધી કાઢવા માટે ઓપરેશનને વધુ તીવ્ર બનાવ્યું છે. ગાઢ જંગલ, ઊંડી ખીણો અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં, સેનાના જવાનો આધુનિક ટેકનોલોજી, ડ્રોન કેમેરા અને સ્નિફર ડોગ્સની મદદથી દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે. સેનાને આશંકા છે કે આ જંગલોમાં કેટલાક આતંકીઓ છુપાયેલા છે, જેઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. 12 દિવસથી ચાલતા આ ઓપરેશનને કારણે આતંકીઓનો સપ્લાય અને હિલચાલ લગભગ અટકી ગઈ છે.

App Store

આ ઓપરેશનની ગંભીરતાને જોતા વધારાની કુમક અને પેરા કમાન્ડોને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. ૧૨મા દિવસે સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશનનો વ્યાપ પહાડી રસ્તાઓ અને કુદરતી ગુફાઓ સુધી વિસ્તાર્યો છે. સુરક્ષા દળોનો મુખ્ય હેતુ આ વિસ્તારમાં આતંકી સંગઠનોના સ્લીપર સેલ અને લોજિસ્ટિક્સ નેટવર્કને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાનો છે. સ્થાનિક રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં કર્ફ્યુ જેવી સ્થિતિ અને કડક તપાસ ચાલી રહી છે. સેનાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને પળેપળની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઓપરેશન માત્ર આતંકીઓને પકડવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ સરહદ પારથી થતી ઘૂસણખોરીના રસ્તાઓ બંધ કરવા માટેનો પણ એક મોટો વ્યૂહાત્મક પ્રયાસ છે. આગામી કલાકોમાં આ સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષા દળોને કોઈ મોટી સફળતા મળવાની પ્રબળ શક્યતા છે.જેનાથી સમગ્ર સેક્ટરમાં આતંકનો ભય ઓછો થશે.