Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Monsoon officially arrives in the country, enters Kerala

VIDEO : ANDARNI VAAT/ હવામાન વિભાગની મોટી જાહેરાત: દેશમાં ચોમાસાનું વિધિવત આગમન, કેરળમાં એન્ટ્રી

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય હવામાન વિભાગએ દાવો કર્યો છે કે ચોમાસાએ કેરલમમાં પ્રવેશ કરી લીધો છે.આ વખતે ચોમાસુ 3 દિવસ મોડું શરૂ થયુ છે. આ માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. ચોમાસાની શરૂઆત થતા કેરલમ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ આગામી 7 દિવસ ભારે વરસાદ થઈ શકે છે.પહેલાં અનુમાન હતું કે ચોમાસું 26 મેના રોજ કેરલમ પહોંચશે. પરંતુ આ નિર્ધારિત તારીખ કરતાં 9 દિવસ મોડું થયું છે. સામાન્ય રીતે તે 1 જૂને કેરલમ પહોંચે છે અને આગામી દોઢ મહિનામાં સમગ્ર દેશને આવરી લે છે.

App Store

બીજી તરફ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં પ્રી-મોન્સુન પ્રવૃત્તિઓ ચાલુ છે.ક્યુમ્યુલોનિમ્બસ વાદળો અહીં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે વરસાદ કરાવી શકે છે.ક્યુમ્યુલોનિમ્બસ વાદળોને હવામાનના પાવરહાઉસ માનવામાં આવે છે. તેજ વાવાઝોડું, વીજળી અને ગાજવીજ સાથેના તોફાનો આ વાદળોને કારણે જ બને છે.જોકે, દેશના ઘણા રાજ્યોમાં હજુ પણ તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર જોવા મળી રહ્યો છે.