Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : Treta Yuga alive in Ayodhya Ram temple:

VIDEO : ANDARNI VAAT/ અયોધ્યા રામ મંદિરમાં ત્રેતાયુગ જીવંત: પથ્થરો પર કંડારાઈ રામાયણની ભવ્ય ગાથા, ભક્તો મંત્રમુગ્ધ

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv
અયોધ્યામાં નિર્મિત ભવ્ય રામ જન્મભૂમિ મંદિર માત્ર તેની સ્થાપત્યકળા માટે જ નહીં, પરંતુ ત્યાં કરવામાં આવેલી સૂક્ષ્મ કોતરણી અને ધાર્મિક પ્રસ્તુતિ માટે પણ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હાલમાં મંદિરના નીચલા પટ્ટા પર રામાયણના વિવિધ પ્રસંગોને જીવંત કરતા ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે, જે દર્શનાર્થે આવતા લાખો ભક્તોમાં ભારે આકર્ષણ જગાવી રહ્યા છે. પથ્થરો પર અતિ સુંદર રીતે કોતરવામાં આવેલા આ દ્રશ્યોમાં ભગવાન રામના જન્મથી લઈને રાવણ વધ અને રામ રાજ્યના સ્થાપન સુધીની ગાથાને શિલ્પકળા દ્વારા રજૂ કરવામાં આવી છે. મંદિરના પાયાના ભાગમાં કરવામાં આવેલું આ કલાત્મક કાર્ય ભક્તોને ત્રેતાયુગની અનુભૂતિ કરાવી રહ્યું છે, અને લોકો દર્શનની સાથે સાથે આ ભીંતચિત્રોને નિહાળવા માટે પણ લાંબી કતારો લગાવી રહ્યા છે.
App Store
 
મંદિર ટ્રસ્ટ દ્વારા આ ભીંતચિત્રોને ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. જેથી નવી પેઢી રામાયણના આદર્શો અને મૂલ્યોને સરળતાથી સમજી શકે. અહીં રામ અને સીતાના મિલન, હનુમાનજીનું લંકા દહન અને સેતુ નિર્માણ જેવા મહત્ત્વના એપિસોડ્સને શિલ્પીઓ દ્વારા ખૂબ જ ઝીણવટપૂર્વક પથ્થર પર ઉતારવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે આ કોતરણી એટલી જીવંત છે કે જાણે રામાયણના પાત્રો અત્યારે જ બોલી ઉઠશે. રાત્રિના સમયે ખાસ લાઈટિંગ ઈફેક્ટને કારણે આ ભીંતચિત્રો વધુ મનમોહક લાગે છે. અયોધ્યા આવતા પ્રવાસીઓ આ કળાને ભારતીય સંસ્કૃતિ અને આધુનિક સ્થાપત્યનો અદભૂત સંગમ માની રહ્યા છે. આ ભીંતચિત્રોના કારણે મંદિરની ભવ્યતામાં ચાર ચાંદ લાગી ગયા છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.