Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : The National Highway was blocked due to rising tension between Naga and Kuki

VIDEO : ANDARNI VAAT/ મણિપુરમાં ફરી હિંસાની ભીતિ! નાગા અને કુકી વચ્ચે તણાવ વધતાં નેશનલ હાઇવે કરાયો બ્લોક

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મણિપુરમા નાગા અને કુકી વચ્ચે દુશ્મની દિવસેને દિવસે વધી રહી છે. સરકારના અનેક પ્રયત્નો પછી પણ નગા અને કુકી વચ્ચે અંતર વધતું જાય છે. કુકી બાળવોખોરો દ્રારા નાગા પુરુષોનું અપહરણ થતા ઇમ્ફાલ નજીક નામદિલોંગ ગામ પાસે નાગા પ્રદર્શનકારીઓ દ્રારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ નેશનલ હાઇવે ને સુંપુર્ણ બંધ કરી દેતા અનેક કીલોમીટર સુધી વાહનોની લાઇન લાગી હતી, નાગા પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે જ્યાં સુધી કુકી બળવાખોરો દ્રારા છ નાગા ભાઇઓને છોડવામાં નહીં આવે ત્યાં સુધી રસ્તો બંધ રહેશે. જેમ કુકી બળવાખોર પાસે નાના પુરુષો છે તેમ નાગા બળવાખોર પાસે પણ કુકીના લોકો બંધક છે. કુકી અપહૃતોને છોડાવવા માટે નાગાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહૃત 14 કુકીને છોડવા માટે યુનાઇટેડ નાગા કાઉન્સિયલે જાહેરાત કરી હતી.

App Store

 યુએનસીની જાહેરાત બાદ છ નાગા અપહૃતને છોડી દેવામાં આવશે તેવી આશા હતી. પણ નાગાને છોડવામાં ન આવતા વિરોધ પ્રદશન વધારે ઉગ્ર બન્યુ હતું.  આ પ્રદર્શનમાં મહિલાઓ પણ જોડાઇ હતી. નાગા મહિલાઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પુરુષોને છોડવામાં નહીં આવે ત્યા સુધી રસ્તો બંધ જ રહેશે. નેશનલ હાઇવે બંધ થવાથી જીવનજરુરી વસ્તુઓ દાળ, ચોખા, તેલ, દવા અને શાકભાજીની હેરાફેરી અટકી ગઇ છે. પેટ્રોલ અને ડીઝલના ટેંકર પણ અટકી જતા મણીપુરના અનેક વિસ્તારમાં ઇંઘણની તંગી પણ ઉભી થઇ છે. રાજધાની ઇમ્ફાલ જવાનો મુખ્યમાર્ગ જ બંધ થવાથી નોકરી અને ધંધાદારી લોકો પણ અટવાઇ પડ્યા છે. નાના વેપારીઓના માલ સામાન અટકી પડતા તેમને પોતાનો ઘંઘો-રોજગાર બંધ કરવાની નોબત આવી છે. રોડ બ્લોકને કારણે ત્રણ હજારથી વધારે વાહનો રસ્તા પર અટકી ગયા છે. સેંકડો લોકોએ રસ્તા પર જ રાત પસાર કરવી પડી છે. પ્રદર્શન કેટલા દિવસ ચાલશે તે કહેવું મુશ્કેલ છે. જો નાગાને છોડવામાં નહીં આવે તો સ્થિતિ વિકટ બની શકે છે.