Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : ANDAR NI VAAT / Rivers overflow in Uttarakhand, Ganditoor, rescue operation in many areas

VIDEO: ANDAR NI VAAT/ ઉત્તરાખંડમાં નદીઓ બની ગાંડીતૂર, અનેક વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તરાખંડમાં વરસી રહેલા અનરાધાર અને ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં પૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ છે. પહાડો પરથી વહી આવતા પાણીને કારણે ગંગા નદી સહિત રાજ્યની તમામ નાની-મોટી નદીઓ તોફાની બનીને બે કાંઠે વહી રહી છે. ખાસ કરીને ધાર્મિક નગરી હરિદ્વાર અને ઋષિકેશમાં નદીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે, જેના કારણે પ્રશાસન દ્વારા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદી કિનારાના વિસ્તારોમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે એસડીઆરએફ (SDRF) ની ટીમો દ્વારા સતત ૨૪ કલાક સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓ-પ્રવાસીઓને નદી કિનારાથી બને તેટલા દૂર રહેવાની અને પવિત્ર સ્નાન ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે. આ ભયાનક આફત વચ્ચે રાજ્યમાં SDRFની કામગીરી ખૂબ જ પ્રશંસનીય અને પ્રેરણાદાયી સાબિત થઈ રહી છે. ભારે પૂર અને વરસાદી પાણી વચ્ચે ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ ટુકડીઓ દિવસ-રાત ઓપરેશન ચલાવી રહી છે. SDRF ના જવાનોની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીના કારણે જ અત્યાર સુધીમાં ડઝનથી વધુ લોકોના અમૂલ્ય જીવ બચાવી શકાયા છે.

App Store

 

આ કુદરતી આપત્તિ વચ્ચે પણ લોકોની બેદરકારી અને સ્ટંટબાજીની ઘટનાઓ સામે આવી રહી છે. જે તંત્ર માટે માથાનો દુખાવો બની છે. હરિદ્વારમાં વરસાદી પાણીના જોરદાર નિકાલના વહેણમાં એક યુવાન અચાનક તણાવા લાગ્યો હતો. જેને તૈનાત એસડીઆરએફ ની ટીમે ભારે જહેમત બાદ દોરડાની મદદથી દિલધડક રેસ્ક્યુ કરીને મોતના મોંમાંથી બહાર કાઢ્યો હતો. બીજી તરફ, હરિદ્વારમાં જ ગંગા નદીના પટમાં એક થાર ગાડી લઈને સ્ટંટ કરવા ગયેલા કેટલાક નબીરાઓનું વાહન નદીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયું હતું. જેને ભારે મુશ્કેલીથી પ્રશાસનની મદદ વડે બહાર કઢાયું હતું. જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ જોખમી સ્ટંટબાજોનું વાહન જપ્ત કરી લીધું છે. આ સિવાય હરિદ્વારમાં જ એક તળાવમાં ડૂબી ગયેલા 16 વર્ષના માસૂમ કિશોરને શોધવા માટે પ્રશાસન દ્વારા રાતભર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.