Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Administration's bulldozer ran on disputed missionary land in Sitapur!

VIDEO: ANDARNI VAAT / સીતાપુરમાં મિશનરીની વિવાદિત જમીન પર ચાલ્યું પ્રશાસનનું બુલડોઝર!

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે એક મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્ટના સત્તાવાર આદેશ બાદ પ્રશાસને મિશનરીની જમીન પર બનેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યું હતું.. એસડીએમ ડોક્ટર જનાર્દનના નેતૃત્વમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે સરકારી અમલદારો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિવાદિત જમીન પર થયેલા અતિક્રમણને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા અને વહીવટી તંત્રના પીળા પંજાએ ગણતરીના કલાકોમાં જ ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કર્યો હતો..

App Store

 

આ સમગ્ર મામલે એસડીએમ ડોક્ટર જનાર્દને જણાવ્યું હતું કે, માનનીય ન્યાયાલયના આદેશોનું ચુસ્તપણે પાલન કરીને આ જમીનને ખાલી કરાવવાની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. લાંબા સમયથી ચાલી રહેલા આ જમીન વિવાદ અંગે કોર્ટનો ચુકાદો આવ્યા બાદ તંત્રએ ત્વરિત પગલાં લીધા છે. સરકારી અથવા વિવાદિત જમીનો પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં તેવો કડક સંદેશ પ્રશાસન દ્વારા આપવામાં આવ્યો છે. આ કડક બુલડોઝર એક્શનના કારણે આસપાસના વિસ્તારોમાં પણ ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને સીતાપુર પ્રશાસનની આ મોટી કાર્યવાહી સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી