Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Action taken at SP office in Nazul land dispute in Sitapur

VIDEO:સીતાપુરમાં નઝૂલ જમીન વિવાદમાં સપા ઓફિસ પર કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં વહીવટીતંત્ર દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં નઝૂલ જમીન પર અતિક્રમણ કરીને બનાવવામાં આવેલું સમાજવાદી પાર્ટીનું જિલ્લા કાર્યાલય તોડી પાડવામાં આવ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં કોર્ટના આદેશ બાદ સ્થાનિક પ્રશાસને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી હતી. આ ઘટનાને પગલે સપાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેમણે આ કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી ગણાવી છે. વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ જમીન સરકારી માલિકીની હોવાથી નિયમ મુજબ દબાણ હટાવવામાં આવ્યું છે. જેમાં બુલડોઝર દ્વારા ઓફિસનું માળખું તોડવામાં આવ્યું છે . હાલ વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ છે અને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

App Store