VIDEO : સીતાપુરમાં ગેરકાયદે મદ્રેસા પર બુલડોઝર
સોર્સ : GSTV
ઉત્તર પ્રદેશના સીતાપુરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ બાદ તળાવની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મદ્રેસાને તોડી પાડવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ગેરકાયદે બાંધકામ બદલ વહીવટી તંત્ર દ્વારા સંચાલકો પર ૧૦.૪૬ લાખ રૂપિયાનો મોટો આર્થિક દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જેને વસૂલવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. કોર્ટના કડક વલણ બાદ સ્થાનિક પ્રશાસન અને પોલીસ કાફલો જેસીબી મશીનો સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મદ્રેસાના માળખાને તોડી પાડવાનું શરૂ કર્યું હતું. આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સરકારી જળાશયો અને તળાવોની જમીન પરના તમામ ગેરકાયદે દબાણોને હટાવવા માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

