Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Uproar in Delhi against ANDARNI VAAT / E20 petrol policy, Youth Congress and NSUI strongly protested!

VIDEO: ANDARNI VAAT / E20 પેટ્રોલ પોલિસી સામે દિલ્હીમાં હોબાળો, યુથ કોંગ્રેસ અને NSUIએ કર્યો જોરદાર વિરોધ!

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેશની રાજધાની દિલ્હીમાં યુથ કોંગ્રેસના કાર્યાલય બહાર કેન્દ્ર સરકારની E20 પેટ્રોલ પોલિસી વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને સરકારની નીતિઓ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. દિલ્હી સ્ટેટ NSUI ના પ્રમુખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સરકારે દેશની જનતા પર E20 પેટ્રોલ પોલિસી બળજબરીથી થોપી દીધી છે, જેના કારણે બજારમાં ભેળસેળયુક્ત પેટ્રોલ વેચાઈ રહ્યું છે અને આ સમગ્ર પ્રક્રિયામાં મોટા પાયે ઈથેનોલ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા હતા.

App Store

વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, ઈથેનોલ મિશ્રણના નામે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે અને સામાન્ય જનતાના ભોગે ચોક્કસ ઉદ્યોગપતિઓ તથા સગાં-વ્હાલાઓને આર્થિક ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે. આ નીતિના કારણે ઓટોમોટિવ ઉદ્યોગ અને વાહનચાલકો પર નકારાત્મક અસર પડી હોવાની વાત પણ વિરોધ પ્રદર્શનમાં જોરશોરથી ઉઠાવવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યાલય બહાર કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ખેંચતાણ થઈ હતી અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. રાજધાનીના રાજકીય ગરમાવા વચ્ચે યોજાયેલું આ ઉગ્ર પ્રદર્શન કેન્દ્ર સરકારની ઈંધણ નીતિઓ સામે વિપક્ષના આક્રમક વલણની સાક્ષી પૂરતું હતું..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી