Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 40 years after an Indian PM visits New Zealand: PM Modi's lavish welcome, looks at trade and sports pacts

VIDEO: 40 વર્ષ બાદ કોઈ ભારતીય પીએમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે: PM મોદીનું ભવ્ય સ્વાગત, વેપાર અને રમતગમતના કરારો પર નજર

Timeછેલ્લું અપડેટ : 10 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના છ દિવસના વિદેશ પ્રવાસના છેલ્લા ચરણમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત પૂર્ણ કરીને મેલબર્નથી ન્યૂઝીલેન્ડ પહોંચ્યા છે. એરપોર્ટ પર પ્રવાસી ભારતીયો અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 40 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે. આ પહેલા વર્ષ 1986માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો.

App Store

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર નજર

પીએમ મોદીના આ પ્રવાસની શરૂઆત ન્યૂઝીલેન્ડ સરકાર સાથેની દ્વિપક્ષીય બેઠકોથી થશે. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વ્યાપાર કરાર)ને આખરી ઓપ આપવામાં આવશે, જેનાથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેપાર અને આર્થિક સંબંધોને નવી ગતિ મળશે.

બિઝનેસ અને સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ

વૈશ્વિક સંબંધોને મજબૂત કરવા ઉપરાંત, પીએમ મોદી ન્યૂઝીલેન્ડમાં એક બિઝનેસ ઇવેન્ટ અને સ્પોર્ટિંગ ઇવેન્ટમાં પણ ભાગ લેશે. આ કાર્યક્રમોનો હેતુ બંને દેશો વચ્ચે વ્યાપારી રોકાણ વધારવા અને રમતગમતના ક્ષેત્રે સહયોગ વધારવાનો છે.

'કિયા ઓરા મોદી' કાર્યક્રમમાં 40 હજાર ભારતીયોને સંબોધન

ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય સમુદાયમાં પીએમ મોદીની મુલાકાતને લઈને ભારે ઉત્સાહ છે. ભારતીય સમુદાયે વડાપ્રધાનના સ્વાગત માટે ઓકલેન્ડમાં ખાસ 'કિયા ઓરા મોદી' (Kia Ora Modi) કાર્યક્રમનું આયોજન કર્યું છે. પીએમ મોદી અહીં અંદાજે 40,000 જેટલા પ્રવાસી ભારતીયોને સંબોધિત કરશે, જે આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ બની રહેશે.