VIDEO: ANDARNI VAAT / કાળઝાળ ગરમી બાદ ડોડામાં વરસી આકાશી અમૃતધારા!
જમ્મુ-કાશ્મીરના પહાડી જિલ્લા ડોડામાં લાંબા સમયથી પડી રહેલી અસહ્ય અને કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આ વિસ્તારમાં થયેલા જોરદાર વરસાદના કારણે સ્થાનિક લોકોને અસહ્ય બફારા અને ગરમીથી મોટી રાહત મળી હતી અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ બંધ થયા બાદ ડોડાના આકાશમાં કુદરતનો એક અદભુત અને અલૌકિક નઝારો જોવા મળ્યો હતો, જ્યાં આખા આકાશને આવરી લેતું એક વિશાળ અને સુંદર મેઘધનુષ્ય પ્રગટ થયું હતું. આ સુંદર દ્રશ્ય જોઈને સ્થાનિક રહીશો અને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
પહાડોની પાછળ ખીલેલા મેઘધનુષ્યના સાત રંગો ડોડાની પ્રાકૃતિક સુંદરતાને મનમોહક બનાવી રહ્યા હતા. આકાશમાં રચાયેલા મેઘધનુષ્યે પ્રકૃતિના આ મનોહર દ્રશ્યમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. લોકોએ પોતપોતાના ઘરની છત પર અને રસ્તાઓ પર નીકળીને આ અદભુત નઝારાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયો હતો.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

