અમદાવાદમાં સામાન્ય બાબતમાં સર્જાયો 'ખૂની ખેલ'
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ સામાન્ય બાબતે હિંસક હુમલાની ઘટનાઓ વધી રહી છ


અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ સામાન્ય બાબતે હિંસક હુમલાની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રસ્તા પર જાહેરમાં ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે ચાર શખ્સોએ એક જ પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમગ્ર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.




