16 વર્ષનો સગીર 1 મહિનાથી જેલમાં બંધ
શું આપણા દેશમાં કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે? સુરેન્દ્રનગર જિલ્લામાંથી પોલીસની એક એવી ભયાનક બેદરકારી સામે આવી છે જ


શું આપણા દેશમાં કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો છે? સુરેન્દ્રનગર જિલ્લામાંથી પોલીસની એક એવી ભયાનક બેદરકારી સામે આવી છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો!"
"ચોટીલા પાસે SMCના દરોડામાં એક ૧૬ વર્ષના સગીર બાળકની અટકાયત કરવામાં આવી. નિયમ મુજબ તેને રિમાન્ડ હોમ મોકલવો જોઈએ, પણ આપણી સ્માર્ટ પોલીસે શું કર્યું? કાગળ પર તેની ઉંમર ૧૬ થી વધારીને ૧૮ વર્ષ કરી દીધી અને તેને 'પુખ્ત' બતાવી સીધો જેલમાં ધકેલી દીધો!"
"વિચારો મિત્રો, છેલ્લા એક મહિનાથી આ ૧૬ વર્ષનો કિશોર સુરેન્દ્રનગરની સબજેલમાં ખૂંખાર અને રીઢા ગુનેગારો વચ્ચે બંધ છે. પરિવાર જ્યારે કોર્ટમાં આધારકાર્ડ અને જન્મનું પ્રમાણપત્ર લઈને પહોંચ્યો ત્યારે પોલીસની આ પોલ ખુલી ."
"હવે કોર્ટે આ મામલે ચોટીલા અને લીંબડી DYSPને તપાસના આદેશ આપ્યા છે. પણ સવાલ એ છે કે, જે બાળકની માનસિક સ્થિતિ અને ભવિષ્ય સાથે પોલીસે રમત રમી છે, તેનો જવાબદાર કોણ? શું જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાશે?"
આવા વધુ વીડિયોઝ જોવા આજે જ ડાઉનલોડ કરો GSTV app








