VIDEO: ગુસ્સો જીવલેણ બન્યો: પેટ્રોલ પંપ પર યુવકની ખતરનાક હરકત, ઠપકો આપતા ગાડી સળગાવી
સોર્સ : gstv
છત્તીસગઢની રાજધાની રાયપુરના બીરગાંવમાં આવેલા એક પેટ્રોલ પંપ પર ચોંકાવનારી ઘટના બની છે. અહીં પેટ્રોલ ભરાવતી વખતે યુવકે સિગરેટ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પંપના સ્ટાફે તેને આવું કરતા રોક્યો, ત્યારે યુવકે ઉશ્કેરાઈને પોતાની ગાડીમાં જ આગ લગાવી દીધી હતી. જોકે, પેટ્રોલ પંપના કર્મચારીઓએ તાત્કાલિક સતર્કતા દાખવીને સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે એક મોટી દુર્ઘટના ઘટતા અટકી હતી.

