PHOTOS / વિશ્વમાં પ્રથમ વખત AI મોડેલ વચ્ચે થશે બ્યુટી કોન્ટેસ્ટ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વિશે વિચારતી વખતે ચેટજીપીટી અને રોબોટ્સ વિશ્વ પર કબજો જમાવતા હોય તેવું દ્રશ્ય લોકોના મનમાં આવી

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વિશે વિચારતી વખતે ચેટજીપીટી અને રોબોટ્સ વિશ્વ પર કબજો જમાવતા હોય તેવું દ્રશ્ય લોકોના મનમાં આવી શકે છે, પરંતુ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મે હવે વિશ્વની પ્રથમ AI બ્યુટી કોન્ટેસ્ટ કરી છે જ્યાં સંપૂર્ણ નકલી મોડલ £16,000 (16 લાખ રૂપિયા) જીતવા માટે સ્પર્ધા કરશે.
ફ્યુચરિસ્ટિક ફેનવ્યુ વર્લ્ડ એઆઈ ક્રિએટર એવોર્ડ્સ (ડબલ્યુએઆઈસીએ) આવતા મહિને યોજાનારી ઓનલાઈન ઈવેન્ટમાં કોમ્પ્યુટર-જનરેટેડ આકૃતિઓને તેમની સુંદરતા, ટેકનિકાલીટીસ અને સોશિયલ મીડિયાના પ્રભાવને આધારે જજ કરશે. ક્રિએટર્સ કહે છે કે આ કોન્ટેસ્ટ ટેક વર્લ્ડનો ‘ઓસ્કર’ હોઈ શકે છે, તે પણ એવા સમયે જ્યારે 10,000 AI મોડલ સોશિયલ મીડિયા પર છવાયા છે.
કોન્તેસ્તના ભાગીદાર વિલ મોનાંગે જણાવ્યું હતું કે, “ક્રિએટર ઇકોનોમી અત્યારે એક અત્યંત રોમાંચક સ્થળ છે, અને અમારા પ્લેટફોર્મની મદદથી, AI નિર્માતાઓ ખૂબ આગળ વધી રહ્યા છે, તેમના ફેનબેઝમાં વધારો થઈ રહ્યો છે. મિસ AI એ એક કાર્યક્રમના ભાગરૂપે માત્ર એક એવોર્ડ છે, અમારું વિઝન WAICAsને AI ક્રિએટર ઈકોનોમીનો ઓસ્કાર બનાવવાનું છે.”
Fanvue હાલમાં AI-જનરેટેડ કન્ટેન્ટ ક્રિએટર માટે અગ્રણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેની સાથે તે 2024માં $1 બિલિયનના આંકને વટાવી જવાની ધારણા છે. આ કોન્તેસ્તમાં બે જજ ઈન્ટરનેટ પ્રસિદ્ધ કોમ્પ્યુટરાઇઝ્ડ મોડલ, એમિલી પેલેગ્રિની અને એટિયાના લોપેઝ છે, જે બંને ગયા વર્ષે વાયરલ થયા હતા, ઘણા લોકો તેમના અદભૂત દેખાવથી દંગ રહી ગયા હતા.
લોર્ડ એલન સુગરના પીઆર સલાહકાર, એન્ડ્રુ બ્લોચ અને બ્રિટનના એકમાત્ર પેજન્ટ ઇતિહાસકાર, સેલી એન ફોસેટ પણ તેમની સાથે આ કોન્ટેસ્ટ જજ કરશે. સેલી એન છેલ્લા 10 વર્ષથી મિસ ગ્રેટ બ્રિટનની મુખ્ય ન્યાયાધીશ પણ છે, મિસ AIથી હવે તેની કારકિર્દીમાં અણધાર્યો વળાંક આવ્યો છે.
“વિશ્વના એક માત્ર પરંપરાગત પેજન્ટ્રી ઇતિહાસકારોમાંના એક તરીકે એવા કોન્ટેસ્ટમાં સામેલ થવું ખરેખર રોમાંચક છે જે ખૂબ ભવિષ્યવાદી લાગે છે,” સેલી એને કહ્યું. રસપ્રદ વાત એ છે કે, વાસ્તવિક જીવનના પેજન્ટ્રી સ્પર્ધકો અને AI ક્રિએટર્સ વચ્ચે ઘણી સમાનતાઓ છે કે તેઓ તેમના પ્રેક્ષકો સાથે કેવી રીતે જોડાય છે. હું અન્ય જજ સાથે સ્પર્ધકોનું મૂલ્યાંકન કરવા માટે રાહ જોઈ શકતી નથી.”
જ્યારે આ ચોક્કસપણે ઇતિહાસમાં એક માઈલ સ્ટોન છે, તો કેટલાક લોકોને ડર છે કે AI-જનરેટેડ મોડલ્સનો પ્રવાહ અવાસ્તવિક સુંદરતા ધોરણોને કાયમી બનાવી શકે છે, ખાસ કરીને છોકરીઓ માટે.
આ ડર વચ્ચે, સેલી એને કહ્યું, “AI પેજન્ટ્સ વિશે મેં જે બ્યુટી ક્વીન્સ સાથે વાત કરી છે તેઓને લાગે છે કે તે થોડું વિચિત્ર છે પરંતુ તેઓને કોઈ ખતરો નથી. છેવટે, તમે એક સુંદર સાયબર ગર્લ બની શકો છો, પરંતુ, તમે એક વાસ્તવિક, યુવતીને હરાવી શકતા નથી.”
WAICAs હજારો એન્ટ્રી મેળવવાની અપેક્ષા રાખે છે, તેના ટોપ 10 ફાઈનલિસ્ટની જાહેરાત આવતા મહિનાના અંતમાં અંતિમ સમારોહ પહેલા 10 મેના રોજ કરવામાં આવશે. એન્ટ્રીઓ સંપૂર્ણપણે AI-જનરેટેડ હોવી જોઈએ, સ્પર્ધામાં ડીપફેક્સને સંપૂર્ણપણે નામંજૂર કરવામાં આવે છે.
મિસ AI વિજેતાને £2,000 (2 લાખ રૂપિયા) ની મેન્ટરશિપ ઉપરાંત £4,000 (4 લાખ રૂપિયા) રોકડ મળશે. રનર-અપને £1,600 (1.6 લાખ રૂપિયા) નું પ્રમોશનલ પેકેજ મળશે અને એક એક્સક્લુઝીવ ક્રિએટર કોર્સનું એક્સેસ મળશે, જ્યારે ત્રીજા સ્થાને વિજેતા ફેનવ્યુ સાથે કન્સલ્ટન્સી કોલ અને £400 (40 હજાર રૂપિયા) પ્રમોશનલ પેકેજ જીતશે.








