મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

આજે World Bicycle Day: જાણો તેનો ઈતિહાસ અને સાયકલ ચલાવવાના ફાયદા

સમગ્ર વિશ્વ આજે એટલે કે 3 જૂને વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરી રહ્યું છે. તેની ઉજવણી કરવા પાછળનો હેતુ સમગ્ર વિશ

આજે World Bicycle Day: જાણો તેનો ઈતિહાસ અને સાયકલ ચલાવવાના ફાયદા

સમગ્ર વિશ્વ આજે એટલે કે 3 જૂને વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરી રહ્યું છે. તેની ઉજવણી કરવા પાછળનો હેતુ સમગ્ર વિશ્વમાં સાયકલ ચલાવવાના ફાયદાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. વિશ્વ સાયકલ દિવસ દર વર્ષે 3 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. લોકોને સાયકલના મ્હત્વ્વ વિશે જાગૃત કરવા માટે, UNએ 2018થી 3જી જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. વિશ્વ સાયકલ દિવસનો હેતુ લોકોને સારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સાયકલનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી વિશ્વભરની સંસ્કૃતિઓમાં ટકાઉ વિકાસ, આરોગ્ય, રોગ નિવારણ અને એકબીજા પ્રત્યે આદરની લાગણી પ્રબળ બની શકે છે.

વિશ્વ સાયકલ દિવસનો ઈતિહાસ

1990 સુધી, સાયકલ ખૂબ લોકપ્રિય હતી, પરંતુ ટુ-વ્હીલરની ઉપલબ્ધતાને કારણે, સાયકલનો ઉપયોગ ઝડપથી ઘટવા લાગ્યો. આવી સ્થિતિમાં, એક અમેરિકન પ્રોફેસરને સાયકલ વિશે લોકોને જાગૃત કરવા માટે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવાનો વિચાર આવ્યો. મોન્ટગોમરી કોલેજ, અમેરિકાના પ્રોફેસર લેઝેક સિબિલ્સે એક પિટિશન સબમિટ કરીને વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. UNની જનરલ એસેમ્બલીએ તેને માન્યતા આપી હતી અને 2018 માં 3 જૂનના રોજ પ્રથમ વખત વિશ્વ સાયકલની ઉજવણી કરવામાં આવી હતી.

સાયકલ ચલાવવાના ફાયદા

હૃદય રોગનું જોખમ ઘટે

સાયકલિંગ એ શ્રેષ્ઠ કાર્ડિયોવેસ્ક્યુલર એકસરસાઈઝ છે, જે હૃદય અને ફેફસાંને મજબૂત બનાવે છે અને હૃદયના રોગોનું જોખમ ઘટાડી શકે છે.

વજન ઘટાડવું

તમે વજન ઘટાડવા માટે સાયકલ ચલાવી શકો છો. સાયકલ ચલાવવી એ કેલરી બર્ન કરવાની સારી રીત છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

તણાવ ઓછો થાય

સાયકલ ચલાવવાથી એન્ડોર્ફિન્સ નામના હોર્મોન્સ બહાર આવે છે, જે તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે.

વાયુ પ્રદૂષણ ઘટે

સાયકલ ચલાવવાથી વાહનોનો ઉપયોગ ઓછો થાય છે, જેનાથી વાયુ પ્રદુષણ ઘટે છે.

પાચન

તમે સાયકલ ચલાવીને તમારું પાચન સુધારી શકો છો. જેના કારણે મેટાબોલિઝમ પણ સુધરશે અને તમે ઘણી સમસ્યાઓથી દૂર રહી શકો છો.

ખર્ચ

સાયકલ ચલાવવાથી ફયુલ અને પરિવહન ખર્ચ બચાવી શકાય છે. સાયકલિંગ તમારા ખિસ્સા પર પણ અસર કરી શકે છે.

આ સમાચાર શેર કરો