VIDEO: આ મહિલાને જ છે કામનું ભારણ, કાર ડ્રાઈવ કરતાં ચલાવી રહી છે લેપટોપ
બેંગલુરુની ઘણી ઘટનાઓને સોશિયલ મીડિયા યુઝર્સ ‘પીક બેંગલુરુ’ મોમેન્ટ્સ કહેતા હોય છે. આ પ્રકારની

બેંગલુરુની ઘણી ઘટનાઓને સોશિયલ મીડિયા યુઝર્સ ‘પીક બેંગલુરુ’ મોમેન્ટ્સ કહેતા હોય છે. આ પ્રકારની એક ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં, એક મહિલા કાર ચલાવતા સમયે ઓફિસનું કામ કરી રહી હતી.
પોલીસે શેર કરી પોસ્ટ
વાઈરલ વિડીયો બાદ સોશિયલ મીડિયામાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વિડીયો મહિલાની કારની બાજુમાં કાર ચલાવી રહેલી એક વ્યક્તિએ શૂટ કર્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા કાર ચલાવતી વખતે પોતાના ખોળામાં રાખેલા લેપટોપ પર કામ કરી રહી હતી. બેંગલુરુ પોલીસે આ વિડીયો શેર કરીને લખ્યું કે, વર્ક ફ્રોમ હોમ, નોટ ફ્રોમ કાર.
લોકોએ કહ્યું, 'પ્લાન વિનાનો વિકાસ...'
બેંગલુર પોલીસની પોસ્ટમાં વીડિયો સિવાય મહિલાને બીજી તસવીરમાં દંડ ભરતા જોઈ શકાય છે. પોલીસની આ પોસ્ટ પર અનેક યુઝર્સે કોમેન્ટ્સ કરી છે. કોમેન્ટમાં એક યુઝરે લખ્યું કે, પ્લાન વગર કરવામાં આવેલાં ડેવલપમેન્ટના કારણે બેંગલુરુના રસ્તાઓ પાર્કિંગ જેવા બની ગયાં છે.






