મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO: મહિલાએ ઓનલાઈન મંગાવ્યો સામાન, પેકેટ ખોલતા જ તેમાંથી નીકળ્યો જીવતો સાપ

બેંગલુરુના એક કપલે ઓનલાઈન ઓર્ડર કરેલા સામાનમાંથી નીકળ્યો જીવતો કોબ્રા. આ ઘટના રવિવારે બ

VIDEO: મહિલાએ ઓનલાઈન મંગાવ્યો સામાન, પેકેટ ખોલતા જ તેમાંથી નીકળ્યો જીવતો સાપ

બેંગલુરુના એક કપલે ઓનલાઈન ઓર્ડર કરેલા સામાનમાંથી નીકળ્યો જીવતો કોબ્રા. આ ઘટના રવિવારે બની હોવાનું કહેવાય છે. બંને પાર્ટનર સોફ્ટવેર એન્જિનિયર છે. તેઓ કહ્યું કે, તેમણે એમેઝોનમાંથી એક્સબોક્સ કંટ્રોલરનો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. પરંતુ જ્યારે પેકેજની અંદર એક સાપ જોવા મળ્યો ત્યારે આશ્ચર્ય થયું. સદનસીબે આ ઝેરી સાપ પેકેજિંગ ટેપમાં ફસાઈ ગયો હતો. આ કારણોસર તે કોઈને નુકસાન પહોંચાડી શક્યો નહીં.

કપલે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેઓ કહે છે, 'અમે 2 દિવસ પહેલા અમેઝોન પર Xbox કંટ્રોલરનો ઓર્ડર આપ્યો અને તેનું પેકેજ આવ્યું તો તેમાં એક જીવતો સાપ મળ્યો. પેકેજ અમને ડિલિવરી પાર્ટનર દ્વારા સીધું જ આપવામાં આવ્યું હતું. અમે સરજાપુર રોડ પર રહીએ છીએ અને સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી છે, અને અમારી પાસે પ્રત્યક્ષદર્શીઓ પણ છે.

મહિલાએ વધુમાં કહ્યું, 'સદનસીબે સાપ પેકેજિંગ ટેપમાં ચોંટી ગયો હતો અને અમારા ઘર અથવા એપાર્ટમેન્ટમાં કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું. આટલું મોટું જોખમ હોવા છતાં, એમેઝોન કસ્ટમર સર્વિસે અમને 2 કલાક માટે પરિસ્થિતિ જાતે સંભાળવા કહ્યું, આમરે મધ્યરાત્રિએ એકલા પરિસ્થિતિને હેન્ડલ કરવી પડી. અમને પૂરા પૈસા પાછા મળી ગયા છે, પરંતુ આવા ઝેરી સાપથી અમને શું મળશે જે જીવ માટે જોખમી હતો? એમેઝોનની બેદરકારી અને તેમની નબળી પરિવહન/વેરહાઉસ સ્વચ્છતા અને દેખરેખને કારણે આ સ્પષ્ટપણે સુરક્ષાનો ભંગ છે. સુરક્ષામાં આવી ગંભીર ભૂલનો જવાબ કોણ આપશે?'

કંપની તરફથી જવાબ આવ્યો

ગ્રાહકના વીડિયો પર પ્રતિક્રિયા આપતા, કંપનીએ ટ્વિટ કર્યું, 'તમારા એમેઝોન ઓર્ડરથી તમને થયેલી અસુવિધા વિશે સાંભળીને અમને ખેદ છે. અમે તેની તપાસ કરીશું. કૃપા કરીને જરૂરી માહિતી શેર કરો, અને અમારી ટીમ તમારો સંપર્ક કરશે. અપડેટ્સ સાથે ટૂંક સમયમાં તમારી સાથે વાત કરશે.'

ગ્રાહકે વધુમાં કહ્યું કે, 'તેઓએ માત્ર સંપૂર્ણ રિફંડ આપ્યું છે, જે કોઈપણ રીતે આપવું જોઈતું હતું. પરંતુ આ સિવાય અમને કોઈ વળતર કે સત્તાવાર માફી મળી નથી. તેમણે કહ્યું કે તમને થયેલી અસુવિધા માટે અમે દિલગીર છીએ. હું માનું છું કે તેનો કોઈ મતલબ નથી. ઉપરાંત, મને નથી લાગતું કે ભવિષ્યમાં અમને કોઈ સંતોષકારક ઉકેલ મળશે.' સાપને લોકોની પહોંચથી દૂર ક્યાંક સુરક્ષિત છોડી દેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો