મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

કોણે, કઈ રીતે અને ક્યારે કરી હતી પતંગની શોધ? જાણો સમગ્ર ઈતિહાસ

પતંગની શોધ એ ચીનની દેણ છે. ઇસુના જન્મ પહેલાની પાંચમી સદીમાં ચાઇનિઝ ફિલોસોફર મોઝી અને લૂ બાને કરી હોવાનું ચીનના ઇતિહાસમાં નોંધ

કોણે, કઈ રીતે અને ક્યારે કરી હતી પતંગની શોધ? જાણો સમગ્ર ઈતિહાસ

પતંગની શોધ એ ચીનની દેણ છે. ઇસુના જન્મ પહેલાની પાંચમી સદીમાં ચાઇનિઝ ફિલોસોફર મોઝી અને લૂ બાને કરી હોવાનું ચીનના ઇતિહાસમાં નોંધાયું છે. ભારતમાં રામાયણ, મહાભારત જેવા પ્રાચિન મહાકાવ્યોમાં પતંગનો ઉલ્લેખ મળે છે પરંતુ તેની શોધ કોણે કરી તે જાણવા મળતું નથી. ચીનના પતંગ શોધક મોઝીએ બાળકોને શાળાના નિરસ ભણતરમાંથી બહાર કાઢીને ચાઇનીઝ સંસ્કૃતિ શીખવવા માટે ગમ્મત ખાતર શિલ્ક કાપડમાંથી બનાવેલી પતંગ ઉડાડી હતી.

જ્યારે લુબાન લાકડાના પડમાંથી પક્ષીઓ બનાવીને હવામાં ઉડાડતો હતો. ઇસ 549માં પહેલીવાર કાગળમાંથી પતંગ બનાવવામાં આવી હતી. જેનો ઉપયોગ રેસ્કયુ ઓપરેશનમાં સંદેશો પાસ કરવા માટે થતો હતો. ચીની લોકો હવામાન,પવનની ગતિ અને દિશા જાણવા માટે પણ પતંગનો પ્રાચિન સમયમાં ઉપયોગ કરતા હતા. ચીનમાંથી ભારતમાં પતંગનું આગમન થયું હોવાનું કેટલાક માને છે. ભારતમાંથી ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા, મલાયા, બોનિયો અને ન્યુઝીલેન્ડ સુધી પતંગનો શોખ વિસ્તર્યો હતો. ભારતમાં ધાર્મિક અને જ્યોતિષની દૃષ્ટીએ મકરસંક્રાતિ તહેવારનું મહત્ત્વ વધારે હતું.

યુરોપના ખલાસીઓ નવીનતા દેખાડવા માટે પતંગ લઇ જતા 

13મી સદીમાં યુરોપના પ્રવાસી માર્કોપોલોએ ભારત તથા એશિયા ખંડની સમૃધ્ધિના વર્ણનો કર્યો તેમાં પતંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. 16મી સદીમાં દરિયાકાંઠાના નાવિકો પાસેથી યુરોપના નાવિકો સાથે પતંગકળા શીખીને યુરોપ લઇ ગયા હતા. યુરોપમાં કુતુહલવશ 18મી સદીમાં પતંગનો ઉપયોગ હવાનું દબાણ અને વૈજ્ઞાનિક સંશોધનોમાં થવાની શરુઆત થઇ હતી.

આ પણ વાંચોઃ 

અમેરિકાના બેન્જામિન ફેન્કલિન ઉપરાંત વિમાનના શોધક રાઇટ બંધુઓએ પણ વૈજ્ઞાનિક પ્રયોગ માટે પતંગ ચગાવી હતી. ગ્લાઇડરની શોધમાં પણ પતંગનું વિજ્ઞાન સમાયેલું છે. 1860થી 1910 સુધી થયેલો શોધ અને સંશોધનોમાં પતંગનો ઉપયોગ જોતા પતંગનો તે ગોલ્ડન સમય હતો. મિટિરીયોલોજી, એરોનોટિકસ, કમ્યુનિકેશન, વાયરલેસની શોધમાં પણ પતંગ કામ લાગી હતી. બ્રિટિશરોએ બીજા વિશ્વયુધ્ધમાં જહાજોનું રક્ષણ કરવા માટે માણસ જેવા આકારની પતંગો ઉડાડી હતી.

આ સમાચાર શેર કરો