મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

મનુષ્ય અને એલિયન્સ એકબીજાને ક્યારે મળશે? જીવિત નોસ્ટ્રાડેમસે કરી ચોંકાવનારી ભવિષ્યવાણી

ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તે જાણવાની દરેકને તાલાવેલી હોય છે. જો કે કેટલાક ભવિષ્યવેતા ભાવ

મનુષ્ય અને એલિયન્સ એકબીજાને ક્યારે મળશે? જીવિત નોસ્ટ્રાડેમસે કરી ચોંકાવનારી ભવિષ્યવાણી

ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તે જાણવાની દરેકને તાલાવેલી હોય છે. જો કે કેટલાક ભવિષ્યવેતા ભાવિની સચોટ આગાહી કરતા પણ હોય છે. આવા જ એક છે 37 વર્ષીય બ્રાઝિલિયન જ્યોતિષી એથોસ સલોમ, જેને જીવંત નોસ્ટ્રાડેમસ પણ કહેવામાં આવે છે. એથોસ સાલોમ 'ધ લિવિંગ નોસ્ટ્રાડેમસ' તરીકે પ્રખ્યાત છે. દાવો કરવામાં આવે છે કે તેમણે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે, જે સાચી સાબિત થઈ છે. જેમ કે કોવિડ-19, રશિયા-યુક્રેન યુદ્ધ અને રાણી એલિઝાબેથનું મૃત્યુ વગેરેની સચોટ આગાહી તેઓ કરી ચુક્યા છે. 

હવે એથોસ સાલોમે 2024 માટે ચોંકાવનારી આગાહીઓ કરી છે, જેમાં ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત, કોરોના કરતાં પણ ખરાબ રોગચાળાનું કારણ બનેલા નવા વાયરસનો ફેલાવો, એક મોટો સાયબર હુમલો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉદય સામેલ છે. 

એલિયન્સને શોધવામાં કેટલો સમય લાગશે

ખાસ કરીને તેમની એક આગાહીએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. તેમણે જણાવ્યું છે કે એલિયન્સને શોધવામાં કેટલો સમય લાગશે. એથોસ સલોમે દાવો કર્યો છે કે આવનારા 4 વર્ષમાં એલિયન જીવનની શોધ થઈ જશે. હવે માનવી એલિયનને મળવા જઈ રહ્યો છે. તેથી માનવીએ એલિયન્સને જોવા અને તેમની સાથે રહેવા માટે તૈયાર રહેવું જોઈએ. આનો અર્થ એ છે કે વર્ષ 2028 સુધીમાં મનુષ્ય અને એલિયન્સ એકબીજાને મળશે. એથોસ સલોમે દાવો કરે છે કે તેઓ જેને 'જૈવિક સંશોધનમાં નવી સરહદ' કહે છે, જે વર્ષ 2026 અને 2028 વચ્ચે આવશે. 

નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના પ્રયાસો રંગ લાવશે 

તેમણે દાવો કર્યો છે કે અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના પ્રયાસોથી આ શક્ય બનશે. તેમણે કહ્યું કે આ મહત્ત્વપૂર્ણ રહસ્ય યુરોપના મહાસાગરોની ઊંડાઈમાં અને ગુરુના એક ચંદ્ર પર જાહેર કરવામાં આવશે, જ્યાં સંશોધકો "જૈવિક જટિલતા" દર્શાવતા સુક્ષ્મસજીવોનો સામનો કરશે.

આ સમાચાર શેર કરો