મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

1 લાખ વર્ષ જૂના આ પવિત્ર જ્વાળામુખીને છે માણસો જેવા કાયદાનો અધિકાર, જાણો કારણ

ન્યૂઝીલેન્ડમાં એક 20 હજાર વર્ષ જૂનો જ્વાળામુખી છે. આ જ્વાળામુખીને સ્થાનિક લોકો પવિત્ર માને છે. આની ખાસિયત એ છે કે,

1 લાખ વર્ષ જૂના આ પવિત્ર જ્વાળામુખીને છે માણસો જેવા કાયદાનો અધિકાર, જાણો કારણ

ન્યૂઝીલેન્ડમાં એક 20 હજાર વર્ષ જૂનો જ્વાળામુખી છે. આ જ્વાળામુખીને સ્થાનિક લોકો પવિત્ર માને છે. આની ખાસિયત એ છે કે, આ જ્વાળામુખીને માણસો જેવા કાનૂની અધિકારો પ્રાપ્ત છે. 2017માં સરકારે જ્વાળામુખીને માણસો જેવો અધિકાર આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો  હતો.

આ પણ વાંચો: ઉડતા ડાયનાસોરના પિતરાઈ ભાઈઓ મળી આવ્યા! 147 મિલિયન વર્ષ પહેલા...

માઉન્ટ તરાનાકી નામના આ જ્વાળામુખીને ન્યૂઝીલેન્ડની સરકારે વ્યક્તિની સમાન કાનૂની અધિકારી આપવામાં આવ્યા છે. આ ઉત્તરીય દ્વીપના પશ્ચિમી કિનારા પર આવેલો છે. સ્થાનિય માઓરી જનજાતિ આને પવિત્ર પર્વતના રૂપમાં જાણે છે અને આ જનજાતિનો આ જવાળામુખી માટે ખાસ લગાવ છે. તેઓ આ પર્વતને પોતાના પૂર્વજ અને પરિવારના સભ્ય જેવો ગણે છે. સ્થાનિકોની ભાવનાઓ જોઇને ત્યાની સરકારે આ નિર્ણય લીધો છે.

જ્વાળામુખીને ક્યા કાનૂની અધિકારો છે

સરળ શબ્દોમાં કાનૂની અધિકારનો મતલબ એ છે કે, આ પર્વતને નુકસાન પહોંચાડવાવાળો, તેનો દુરુપયોગ કરનારો કોઇપણ વ્યક્તિ કે જનજાતિને નુકસાન પહોંચાડવા બરાબર ગણાશે. માઉન્ટ તરાનાકીને 18મી સદીમાં બ્રિટિશ રીસર્ચર જેમ્સ કૂકે આનું નામ માઉન્ટ એગ્મોટ રાખ્યું હતું.

રિપોર્ટ અનુસાર, આ સમુદ્ર તળથી 6281 ફીટ (2,518 મીટર) પર સ્થિત છે. પહાડના ઢોળાવોની ચારેતરફ એગ્મેન્ટ નેશનલ પાર્ક છે  જે 12 માઇલ સુધી ફેલાયેલા લીલા રંગની એક લગભગ પરફેક્ટ રીંગ જેવો દેખાય છે. આ ઉપરાંત જ્વાળામુખીનીટોચની ચારે તરફ વૃક્ષોનો એક ખંડ છે., જેને ગોબ્લિન્સ ફોરેસ્ટના નામથી ઓળખવામાં  આવે છે. ધ ગાર્જિયનના અનુસાર લગભગ 12,000 વર્ષ જૂનો માઉન્ટ ટારનાકી છેલ્લી વખત 1775માં ફાટ્યો હતો અને આજ સુધી તે નિષ્ક્રીય છે.

આ સમાચાર શેર કરો