VIDEO: રીલ બનાવનારાઓથી લોકો હતા ગુસ્સે, ફ્લાયઓવર પરથી સ્કૂટર નાખ્યું નીચે !
બાઇક સ્ટંટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા હોય છે, જે રસ્તા પર

બાઇક સ્ટંટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા હોય છે, જે રસ્તા પર ચાલતા સામાન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. પરંતુ આ વખતે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્ટંટમેનને પાઠ ભણાવવા માટે લોકોએ ઉઠાવેલા પગલાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મામલો બેંગલુરુના નેલમંગલાનો છે. અહીંના સ્થાનિક લોકો વ્હીલ સ્ટંટ કરતા યુવકોથી નારાજ હતા. સ્ટંટમેનથી કંટાળીને ગ્રામજનોએ આ યુવાનોને ઘેરી લીધા અને તેમને પાઠ ભણાવવા માટે તેમનું સ્કૂટર ફ્લાયઓવર પરથી ફેંકી દીધું. આ વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વ્હીલ સ્ટંટ એટલે શું?
વ્હીલ સ્ટંટ એટલે બાઇકના આગળના વ્હીલને હવામાં ઉંચકીને ચલાવવું. બેંગલુરુના રસ્તાઓ પર આવા સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો બેંગલુરુ નજીક તુમકુર હાઈવે ફ્લાયઓવરનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભીડ હાઈવે પર સ્કૂટરને ફેંકતી જોવા મળી રહી છે. કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી, જોકે ફ્લાયઓવરની નીચે ઘણા લોકો રસ્તા પર જઈ રહ્યા હતા.
આ વીડિયોને @bawalhoterhenge એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે, લોકોએ કોમેન્ટ સેક્શનમાં અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી છે. કોઈએ આવી પદ્ધતિઓને કાયદો પોતાના હાથમાં લેવા જેવી ગણાવી. કેટલાકના મતે આવી ઘટનાને રોકવા માટે અન્ય કોઈ ઉપાય હોઈ શકે છે. પોલીસે પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈતી હતી.
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે લોકો માટે કાયદો હાથમાં લેવો યોગ્ય નથી. પરંતુ બાઇક સ્ટંટ કરતા લોકોમાં આ હતાશા જોવા મળી છે.








