VIDEO : ઇટાલિયન PM મેલોનીએ G7 ગાલા ડિનરમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને જોઈ આપી ચોંકાવનારી પ્રતિક્રિયા
ઈટાલીમાં આયોજિત જી-7 સમિટમાં અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, જર્મની અને ભારત સહિ

ઈટાલીમાં આયોજિત જી-7 સમિટમાં અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, જર્મની અને ભારત સહિત ઘણા દેશોના ટોચના નેતાઓએ ભાગ લીધો હતો. G7માં ભાગ લેનારા નેતાઓનું ઈટાલીના PM જ્યોર્જિયો મેલોની દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, મેલોની અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે દર્શાવે છે કે બંને વચ્ચે તણાવ વધી રહ્યો છે.
આ વીડિયોમાં મેલોનીની બોડી લેંગ્વેજ મેક્રોન સાથેના તેના કડવા સંબંધોને જાહેર કરી રહી છે. પરંતુ તેના જવાબમાં મેલોની ખૂબ જ ઠંડો જવાબ આપતી જોવા મળે છે. એવું લાગે છે કે તે માત્ર ઔપચારિકતા માટે હાથ મિલાવે છે.
સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, G7 નેતાઓએ ચર્ચામાં 'ગર્ભપાત'નો સીધો ઉલ્લેખ કર્યો ન હતો, તેના કલાકો પછી શુક્રવારે મેલોની અને મેક્રોન વચ્ચે થોડી ચડભણ થઈ હતી. આ ચડભણના થોડા કલાકો બાદ આ વીડિયો સામે આવ્યો છે.
મામલો શું છે
G-7 સમિટમાં પણ મેક્રોન અને મેલોની વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી. વાસ્તવમાં, G-7 નેતાઓ અને મેલોનીના અભિપ્રાયો ગર્ભપાતના અધિકારના મુદ્દે મેળખાતા ના હતા. તે જ સમયે, જ્યારે મેક્રોને G-7 ખાતેના ડ્રાફ્ટ સ્ટેટમેન્ટમાં ગર્ભપાતના અધિકારો પર ભાષાને નબળી પાડવા બદલ ટીકા કરી હતી, ત્યારે મેલોનીએ મેક્રોન પર ચૂંટણી પ્રચાર માટે G-7 પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો . વીડીયોમાં મેલોની મેક્રોન તરફ નજર ફેરવી રહી છે અને પછી હેન્ડશેકની આપલે કરે છે.






